Okha Port Accident: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. હકીકતમાં, બુધવારે અહીં ઓખા બંદર પર જેટી બાંધકામ સાઇટ પર ક્રેન પડતાં ત્રણ કામદારોનાં મોત નીપજ્યાં હતાં. જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી.પંડ્યાએ આ બાબતે જણાવ્યું હતું કે ઓખા બંદર પર જેટીનું નિર્માણ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઓખા મરીન પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ક્રેન દ્વારા કચડાઈ જવાથી બે કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય એક કામદારને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. આપને જણાવી દઈએ કે આ ઘટના બાદ ઓખા જેટી પર કોસ્ટ ગાર્ડ, પોલીસકર્મીઓ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દુર્ઘટનાને પગલે અફરાતફરીનો માહોસ સર્જાયો હતો. જો કે, આ દુર્ઘટના કેવી રીતે ઘટી તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ સત્ય સામે આવશે. 3 કામદારોના મોતને પગલે ઘટના સ્થળે શોકનો માહોલ છવાયો હતો.


ભાવનગરમાં માર્ગ અકસ્માત 


આપને જણાવી દઈએ કે તાજેતરમાં ભાવનગર હાઇવે  પર ગારિયાધાર તાલુકા નજીક ગત મોડી રાત્રે ભયંકર રોડ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે આશાસ્પદ યુવકોએ જીવ ગુમાવ્યા હતા. આ બંને યુવક બાઇક પર સવાર હતા અને ટ્રક અડફેટે લેતામાં બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યાં હતા. આ બાઇક સવાર ગારીયાધારથી નવાગામ જઈ રહ્યાં હતા.  આ સમયે ટ્રકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતા. બંને મૃતકની ઓળખ જયદીપ ધોળકિયા  અને સાહિલ ધોળકિયા તરીકે થઇ છે.આ બંને  તેઓ પોતાના ઘરે જઇ રહ્યાં હતા તે સમયે દુર્ઘટના સર્જાઇ હતી.


તો બીજી તરફ ભાવનગર શહેરના સિદસર રોડ ઉપર ગટરના કામકાજ દરમિયાન ભેખડ ધસી પડતા એક પરપ્રાંતિય મજૂરનું મોત નિપજ્યું હતું. શહેરના સિદસર રોડ ઉપર હિલપાર્ક ચોકડી નજીક ડ્રેનેજનું કામકાજ ચાલુ  હતુ તે સમયે  જ્યાં ડ્રેનેજના કામકાજ દરમિયાન ભેખડ ધસી પડતા મધુભાઈ ચંદુભાઈ ભીલવાડ નામના પરપ્રાંતિય મજૂરનું દબાઈ જવાના કારણે મૃત્યુ  નિપજ્યું. બનાવના પગલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી.


આ પણ વાંચો....


Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'