મહીસાગરઃ દેગમડા પાસે મહીસાગર નદીમાં ત્રણ યુવાનોના ડૂબીને મોત થતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ગઈ કાલે યુવાનો દેગમડા પાસે મહીસાગર નદીમાં નાહ્વા પડ્યા હતા જે પૈકી ત્રણ યુવાનો ડૂબ્યા હતા. બે યુવાનોના મૃતદેહ ગઈ કાલે મળી આવ્યા હતા ત્યારે અન્ય એક યુવાનનો મૃતદેહ આજે સવારે મળી આવ્યો છે.
આ દુર્ઘટનામાં કુલદિપસિંહ બિલવાલ (ઉ.વ ૩૨ રહે.ઉત્તરાખંડ) , વિકીસિંહ રાજપૂત (ઉ.વ.૨૭ રહે.બિહાત) , સબીન પાંડે (ઉ.વ.૨૦ રહે. નેપાળ) જેઓ લુણાવાડાની હોટલ ખાતે નોકરી કરતા હતા. આ ત્રણેય યુવકો મહીસાગર નદીમાં નાહ્વા જતા ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. ત્રણેય મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
Surat : 19 વર્ષીય કોલેજીયન યુવતીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા ચકચાર
સુરતઃ શહેરના અઠવા વિસ્તારમાં 19 વર્ષીય કોલેજીયન યુવતીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. સુરતના રુદરપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય કોમલ પટેલે આપઘાત કરી લીધો છે. બીકોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ અગાઉ પણ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોમલે આપઘાત કેમ કર્યો તેનું કારણ અકબંધ છે. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવી શકે છે.
Surat : પ્રેમીએ પરાણે શારીરિક સંબંધો બાંધીને સગીરાને બનાવી દીધી ગર્ભવતી ને પછી તો.....
સુરતઃ સુરતમાં ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા યુવકે દુષ્કર્મ આચરતાં 16 વર્ષની સગીરા ગર્ભવતી બની હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. સોસાયટીમાં જ રહેતા યુવકે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી શિયળ લૂંટ્યું હતું. પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોધાતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, તેના જ વિસ્તારમાં રહેતા યુવક અને 16 વર્ષીય સગીરા ઇન્સ્ટાગ્રામ પર ફ્રન્ડ બન્યા હતા. તેમજ આ પછી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી તેમજ પ્રેમજાળમાં ફસાવી તેની સાથે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. સગીરાને લલચાવીને પ્રેમીએ ચારેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સંબંધોને કારણે સગીરાને ત્રણ મહિનાનો ગર્ભ રહી ગયો હતો.
ગર્ભ રહી જતાં સગીરા ડરી ગઈ હતી અને પરિવારને જાણ કરી હતી. પરિવારને જાણ થતાં યુવક સામે પોલીસમાં ફરિયાદ નોધાતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.