Gujarat Rain forecast: હવામાન વિભાગની (Meteorological Department)  આગાહી (forecast)  મુજબ આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ (rain)વરસી શકે છે.. ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદનું (rain)  અનુમાન છે. તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાના છુટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદની (rain) હવામાન વિભાગની આગાહી છે. હાલ બંગાળી ખાડીમાં એક સિસ્ટમ સર્જાઇ છે. આ વરસાદી સિસ્ટમ મજબૂત બનતા 25 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારા વરસાદનું અનુમાન છે.


અત્યાર સુધી વરસેલા વરસાદની ટકાવારીની વાત કરીએ તો ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 72.52 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 88.49 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં  86.63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં  80.45 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 56.52 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 54.15 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


ઉપરવાસ વરસાદમાં ઘટાડો થતાં  પાણીની આવક ઓછી થતા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે.  ડેમના બે દરવાજા 1.5 મીટર ખોલી નદીમાં છોડવામાંઆવી રહ્યું છે, 20 હજાર ક્યુસેક પાણી  છોડવામાં આવ્યું હતું. હાલ  સરદાર સરોવર ડેમની જળસપાટી 135.05 મીટરે  પહોંચી છે.


રાજ્યના કુલ 207 પૈકી 52 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. સૌરાષ્ટ્રના 38, કચ્છના છ, તો દક્ષિણ ગુજરાતના સાત અને મધ્ય ગુજરાતનો એક ડેમ હાઉસફુલ છે.  206 પૈકી રાજ્યના 90 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે જેમાંથી પૈકી  90 ટકાથી વધુ ભરાયેલા 63 ડેમ હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા 17 ડેમ એલર્ટ પર છે.  તો 70થી 80 ટકા ભરાયેલા 10 ડેમ વોર્નિંગ પર છે.                                         


દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો દેશના કેટલાક રાજ્યોમાં આજે ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી કરી છે.  હરિયાણા, રાજસ્થાન અને છત્તીસગઢના કેટલાક સ્થળો પર આજે ભારે વરસાદ  વરસી શકે છે.