ઉલ્લેખનીય છે કે, 15 દિવસ પહેલા જ એક શિક્ષક જ્યારે સ્કૂલમાંથી પોતાની કારમાં ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમણે કારમાંથી અચાનક રસ્તો ક્રોસ કરતું પ્રાણી જોયું, તુરંત તેમણે મોબાઈલથી તેનો ફોટો પાડી દીધો હતો, અને વનવિભાગને જાણ કરતા ગુજરાતના મહિસાગરના લુણાવાડાના જંગલોમાં વાઘ હોવાની પુષ્ટી થઈ હતી.
વનવિભાગની ટીમે વાઘ પર સતત વોચ રાખવા માટે નાઈટ વિઝન કેમેરા પણ લગાવ્યા હતા, જેમાં કેટલીક વખત વાઘ જોવા પણ મળ્યો હતો, તેથી સ્પષ્ટ થઈ ગયું હતું કે અહીંના જંગલમાં વાઘ છે.
આ પહેલા જંગલની પાસેના ગ્રામજનોએ આ વાઘને કેટલીએ વખત જોયો હોવાનો દાવો કરી રહ્યા હતા, પરંતુ નક્કર પુરાવા હાથ ન લાગતા પહેલા વાત માનવામાં આવતી ન હતી, પરંતુ 15 દિવસ પહેલા જ વાઘ હોવાની સત્તાવાર પુષ્ટી કરવામાં આવી હતી.