ગાંધીનગર: ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી લઈ 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાબની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે.   (પરીક્ષાનું સંપૂર્ણ ટાઈમટેબલ જોવા અહીં ક્લિક કરો...)

Continues below advertisement

 

પરીક્ષાના કાર્યક્રમને આખરી ઓપ આપતા પહેલા શાળા સંચાલકો અને વાલીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ તમામ સૂચનોની વિગતવાર સમિક્ષા કર્યા બાદ ટાઈમ ટેબલજાહેર કરવામાં આવ્યું છે. 

Continues below advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે ધોરણ 10 (SSC) અને 12 (HSC)ની મુખ્ય બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો  છે.      

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર, ધોરણ 10 (SSC), ધોરણ-12(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-2026માં લેવાનાર મુખ્ય પરીક્ષા 26 ફેબ્રુઆરી, 2026થી 16 માર્ચ 2026 દરમિયાન યોજાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ https://www.gsebeservice.com/  ઉપર મૂકવામાં આવેલ છે.    

સૂચનોને આધારે મહત્ત્વના સુધારા

બોર્ડ દ્વારા આ વખતે એક સકારાત્મક પગલા લેવાયા છે.  પરીક્ષાના કાર્યક્રમને આખરી ઓપ આપતા પહેલા શાળા સંચાલકો અને વાલીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ તમામ સૂચનોની વિગતવાર સમીક્ષા કર્યા બાદ જ ટાઈમ ટેબલ તૈયાર કરીને જાહેર કરવામાં આવ્યું છે.   

ધોરણ-10 (SSC) પરીક્ષાનો સમય સવારનો રહેશે અને પ્રથમ પેપર ગુજરાતી વિષયનું લેવામાં આવશે. આ રીતે ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનો સમય બપોરનો રહેશે.     

ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ

26 ફેબ્રુઆરી ગુજરાતી
28 ફેબ્રુઆરી  વિજ્ઞાન
4 માર્ચ   સામાજિવિજ્ઞાન
6 માર્ચ   બેઝિક ગણિત
9 માર્ચ   સ્ટાન્ડર્ડ ગણિત
11 માર્ચ    અંગ્રેજી(દ્રિતિય ભાષા)
16 માર્ચ    હિન્દી અને સંસ્કૃત

ધોરણ 12 સામાન્ય પ્રવાહ

 

26 ફેબ્રુઆરી અર્થશાસ્ત્ર
27 ફેબ્રુઆરી તત્ત્વજ્ઞાન
28 ફેબ્રુઆરી વાણિજ્ય વ્યવસ્થા
4 માર્ચ નામાના મૂળતત્વો
5 માર્ચ મનોવિજ્ઞાન
6 માર્ચ સમાજશાસ્ત્ર
7 માર્ચ ગુજરાતી / અંગ્રેજી (દ્વિતીય ભાષા )
9 માર્ચ આંકડાશાસ્ત્ર
10 માર્ચ ગુજરાતી / હિન્દી / અંગ્રેજી (પ્રથમ ભાષા )
11 માર્ચ હિન્દી (દ્વિતીય ભાષા)
12 માર્ચ સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર
13 માર્ચ ભૂગોળ
14 માર્ચ કોમ્પ્યુટર
16 માર્ચ સંસ્કૃત પારસી અરબી પ્રાકૃત