મોરબી: ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલેને ૧૫૦૦૦ નાં બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. આજે તેમને મોરબી કોર્ટેમાં રજુ કરવામાં આવ્યા હતા. મોરબીમાં આચાર સંહિતાના ભંગ બદલ ફરિયાદ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી ડીએ ઝાલાએ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે આજે તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેનો જામીન ઉપર છુટકારો થયો છે.


 શું હતી ઘટના?


મોરબી પુલ દુર્ઘટના બાદ વડાપ્રધાનની મુલાકાત અંગે ખોટી માહિતી ટ્વીટ કરવા બદલ પોલીસે તેમની ધરપકડ કરી હતી. લોકપ્રતિનિધિત્વ એકટની 1951 અને 125 મુજબ ગુન્હો નોંધાયા બાદ મોરબી કોર્ટમાં રજૂ કરાયા હતા. જે બાદ મોરબી કોર્ટે સાકેત ગોખલેને  15 હજાર રુપિયાના જામીન ઉપર છોડવા હુકમ કર્યો હતો.


ટીએમસી પ્રવક્તા સાકેત ગોખલે ભાજપ પર પ્રહાર કર્યા


જામીન બાદ સાકેત ગોખલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. મોરબી ઝૂલતા પુલ ઘટના મામલે જયસુખ પટેલ સામે કોઈ કાર્યવાહી નહી અને મારી પર અલગ અલગ જગ્યાએ ગુન્હાઓ નોંધવામાં આવ્યા. વડાપ્રધાનને મારા ટ્વીટથી ફેર પડે છે પણ ૧૩૫ લોકોના મૃત્યુ થયા એની સામે પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી. જેટલા મારી સામે પગલાં લેવા હોય તે લો પણ અમે વટથી વિરોધ કરીશું. સાકેત ગોખલેએ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી સહિતનો આભાર માન્યો હતો. તેમણે વધુમાં કહ્યું, ગુજરાતમાં નવી પ્રથા ચાલુ થઈ છે જેમાં એક જ ગુન્હામાં જુદા જુદા પોલીસ મથકોમાં કેસ નોંધાઈ છે.


ABVP ના કાર્યકરોએ આચાર્યની ઓફીસમાં કચરો ઠાલવી નોંધાવ્યો વિરોધ


સુરત શહેરમાં એક વિરોધ કરવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ વિરોધ કરવામાં આવ્યો છે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ એટલે કે, ABVP દ્વારા. સુરતની MTB કોલેજના આચાર્યની ઓફિસમાં જ કચરો ઠાલવી ABVP એ  આશ્ચર્યજનક વિરોધ નોંધાવતા આ મુદ્દો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા ઘણા સમયથી MTB કોલેજ પ્રસાશન NSS અને NCC ની ઓફિસ પાસે જ કચરો ડમ્પ કરતું હતું. જેથી કચરાની અસહ્ય દુર્ગંધનાં કારણે વિદ્યાર્થીઓ પરેશાન હતા. વિદ્યાર્થીઓની પરેશાનીને ધ્યાનમાં લેતા ABVP એ મહિનાથી કચરો દૂર કરવા રજૂઆત કરતું હતું.  પરંતુ ABVP ની માંગને હળવાસમાં લેતા કચરો દૂર ન થતા આજે ABVP નાં કાર્યકર્તાઓએ આચાર્યની ઓફિસમાં કચરો ઠાલવી આશ્ચર્યજનક પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.