બારડોલી: વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ હવે મુખ્યમંત્રી પદને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આજે ભુપેન્દ્ર પટેલે સીએમ પદેથી રાજીનામું આપી દીધું છે. તો બીજી તરફ બારડોલી ખાતે સમસ્ત આદિવાસી સમાજના આગેવાનોની મિટિંગ મળી હતી. જેમાં આદિવાસી સમાજના ધારાસભ્યને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવામાં આવી છે. 27 પેકી 24 જેટલા આદિવાસી ઉમેદવારોની જીત થઈ છે. 15 જેટલા ઉમેદવારો આદિવાસી વિસ્તારમાંથી જીત્યા છે.


તેઓનું કહેવું છે કે, છેલ્લા 28 વર્ષમાં આદિવાસી સમાજને એક પણ મહત્વનું ખાતું મળ્યું નથી. આદિવાસી સમાજનો મુખ્યમંત્રી બને અને આદિવાસી સમાજને મંત્રી મંડળમાં મહત્વના ખાતા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગાંધીનગર જઈ મોવડી મંડળને આ બાબતે રજુઆત કરવામાં આવશે. બારડોલી સર્કિટ હાઉસ ખાતે આજે આગેવાનોની મિટિંગ મળી હતી. જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે.


ભાજપને ઐતિહાસિક બહુમત મળ્યા બાદ, અમિત શાહે વિપક્ષ માટે કરી આ વાત


ગુજરાત વિધાનસભામાં ભાજપની ભવ્ય જીત બાદ અમિત શાહે ગુજરાતની જનતા વશિ અને વિપક્ષ વિશે આ વાત કરી હતી.ગુજરાત ચૂંટણીના વલણો જોતા સ્પષ્ટ છે કે ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બનીવા રહી છે. ભાજપે 156થી વધુ સીટો પર લીડ લઈને ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે, જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વિપક્ષને લઈને નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે અને ઠાલા વચનો, તુષ્ટિકરણ અને 'રેવડી' કરનારાઓને ખરાબ રીતે નકારી દીધા છે.


જનતાના અતૂટ વિશ્વાસનો વિજય


ગુજરાત ચૂંટણી પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ અમિત શાહે એક પછી એક ત્રણ ટ્વીટ કર્યા. તેમણે કહ્યું કે, 'ગુજરાતએ હંમેશા ઇતિહાસ રચવાનું કામ કર્યું છે. છેલ્લા બે દાયકામાં મોદીજીના નેતૃત્વમાં ભાજપે ગુજરાતમાં વિકાસના તમામ રેકોર્ડ તોડ્યા છે અને આજે ગુજરાતની જનતાએ ભાજપને આશીર્વાદ આપ્યા છે અને જીતના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે આ મોદીજીના વિકાસ મોડેલમાં લોકોની અતૂટ શ્રદ્ધાની જીત છે.


ભાજપની મહિલા ઉમેદવારોનો દબદબો, BJP ની 13 તો કોંગ્રેસની એક મહિલા ઉમેદવારની જીત


ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ 138 મહિલાઓએ ઝંપલાવ્યું હતું. જેમાંથી ભાજપની 17 મહિલા ઉમેદવારો, કોંગ્રેસના 14 મહિલા ઉમેદવારો અને આપની માત્ર 6 ઉમેદવારો હતા. જ્યારે અપક્ષમાંથી 102 મહિલાઓ પણ ચૂંટણી જંગમાં હતા. બે તબક્કામાં યોજાયેલા મતદાનમાં મહિલા મતદારો પણ નિર્ણાયક ભૂમિકામાં હતી. ત્યારે આવેલા પરિણામમાં મુખ્ય ત્રણ પક્ષની માત્ર 15 મહિલાઓનો વિજય થયો છે.


ભાજપ તરફથી કુલ 17 મહિલાઓ ચૂંટણી લડી હતી. જેમાંથી 14 મહિલાઓનો વિજય થયો છે. જ્યારે 3 મહિલા ઉમેદવારોની હાર થઈ છે. તો કોંગ્રેસ તરફથી કુલ 14 મહિલાઓ ચૂંટણી લડી હતી. જેમાંથી એક જ મહિલાઓનો વિજય થયો છે. જ્યારે 13 મહિલા ઉમેદવારોની હાર થઈ છે. તો આમ આદમી પાર્ટીના એકપણ મહિલા ઉમેદવારનો વિજય થયો નથી.