સૌરાષ્ટ્રના આ જિલ્લા માટે રાહતના સમાચાર, આજે 7 લોકોએ આપી કોરોનાને મ્હાત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Jun 2020 12:27 PM (IST)
આજે ૭ દર્દીઓને સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 31 સાજા થયા છે. તેમજ કુલ 2નાં મોત થયા છે.
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો કોરોનાને મ્હાત પણ આપી રહ્યા છે. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા માટે રાહતના સમાચાર આવ્યા છે. આજે જિલ્લામાંથી સાત લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ૭ દર્દીઓને સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે ધ્રાંગધ્રા તાલુકાના ૩, ચુડા તાલુકાના ૨ અને પાટડી તાલુકાના ૨ કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર બાદ લક્ષણો ન જણાતા રજા આપવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 47 કેસ નોંધાયા છે. હાલ, 14 લોકો સારવાર હેઠળ છે, જ્યારે 31 સાજા થયા છે. તેમજ કુલ 2નાં મોત થયા છે.