ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ, 27 લાખ ભક્તોએ કર્યાં દર્શન, બોલ માડી અંબાના નાદથી ગૂંજી ઉઠી શક્તિપીઠ

ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે. આજે 4 લાખથી વધુ માતાજીના માંઇ ભક્તો અંબાના શરણે પહોંચ્યા અને નવરાત્રિમાં પધારવા આમંત્રણ આપ્યું.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 18 Sep 2024 11:37 AM

બ્રેકગ્રાઉન્ડ

અંબાજી: ભાદરવી પૂનમના મેળાની આજે પુર્ણાહૂતિ છે. આજે અંતિમ દિવસે  લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના દર્શને પહોંચ્યાં છે. આજે ભાદરવી પૂનમના અવસરે બોલ માડી અંબે જય જય અંબેના નાદથી...More

પોલીસ પરિવારના ધજા ચઢાવવા સાથે મેળાનું થશે સમાપન

પરંપરા મુજબ દર વર્ષ પોલીસ પરિવાર માતાજીને ભાદરવી પૂનમે ધજા ચઢાવે છે. પોલીસ પરિવારની ધજા ચઢાવવાની સાથે જ મેળાનું સમાપન થાય છે. થોડા સમયમાં પોલીસ પરિવાર માંઇ મંદિર પર ધજા ચઢાવશે અને તેની સાથએ આસ્થાના મહાકુંભનું સમાપન થશે