Baba Dhirendra Shastri Darbar Live: અમદાવાદમાં બાબાના કાર્યક્રમને લઇને અસમંજસ, દરબાર યોજવા નથી મળી મંજૂરી

સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો એકઠ થયા હતા. આજે સુરતમાં તેમના દરબારનો બીજો દિવસ છે

gujarati.abplive.com Last Updated: 27 May 2023 12:00 PM
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી યજમાન પુરષોત્તમ શર્માના ઘરે કરશે ભોજન, આ પહેલા નિવાસસ્થાને કરાઇ વિશેષ પૂજા

બાગેશ્વરના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી યજમાન પુરષોત્તમ શર્મા અને તેમના પત્ની સુલોચના બેનના ઘરે આજે કઢીનો સ્વાદ માણશે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી માટે બુંદેલખંડની બારા નામની ખાસ વાનગી પણ તૈયાર કરવામાં આવશે.ધીરેન્દ્ર શાસ્ત્રી આગમન પહેલા યજમાનના ઘરે વિશેષ પૂજા રાખવામાં આવી હતી. બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપેલ ગદાની પણ પૂજા કરવામાં આવી હતી.

Baba Dhirendra Shastri Darbar Live: ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારના પાસ વિતરણને લઇને સર્જાયો વિવાદ

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના અમદાવાદમાં યોજાનાર કાર્યક્રમને લઈને વિવાદ થયો છે. અહીં આયોજક તેમના પરિવાર પૂરતો જ આ કાર્યક્રમ મર્યાદિત રાખતા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યાં છે.  બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના અમદાવાદમાં કાર્યક્રમના પાસ વિતરણની શરૂઆત થઇ ગઇ છે. પરંતુ ચાણક્યપુરીનો કાર્યક્રમ પરિવાર સંબંધીઓ અને નજીકના સ્નેહીજનો પૂરતો જ મર્યાદિત રહે માટે માર્યદિત અને કેટલાક ગણતરીના લોકોને પાસ અપાતો હોવાની વાત પણ સામે આવી છે.

Baba Dhirendra Shastri Darbar Live:આવતી કાલનો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો શું છે કાર્યક્રમ

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી  આવતી કાલે શક્તિપીઠ અંબાજી જશે અને માતાના આશિષ લેશે.  
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદના વધુ એક સ્થળે પધરામણી કરશે. 28 મી મે એ પ્રવીણ કોટકના ઘરેતે   પધરામણી કરશે. તેઓ પ્રવીણ કોટક સાથે  અબાજીના દર્શન કરવા જશે, હેલિકોપ્ટરથી બાબા અંબાજી દર્શન કરવા જશે.


આવતી કાલનું શું છે શિડ્યુઅલ



  • બાબા આવતી કાલે સુરતથી અમદાવાદ 8 વાગ્યે આવશે.

  • સવારે 10.30 એ અમદાવાદથી દાંતા જવા રવાના થશે

  • સવારે 11 .30 એ દાતા પહોચશે

  •  બાદ 12.15 એ અબાજીના દર્શન બાબા કરશે

  • બપોરે 1 વાગે ઇસ્કોન અંબે વેલીમાં વિશ્રામ કરશે

  • 3 વાગે અંબાજીથી અમદાવાદ જવા રવાના થશે

  • બપોરે 4 વાગે બાબા નું આગમન અને વિશ્રામ કરશે

  • સાંજે 7 વાગે રાઘવ ફાર્મમાં આપશે હાજરી


બાબા ગઈકાલે રાત્રે 12.05 વાગ્યે ગોપીન ફાર્મ પર પહોંચ્યા હતા,બાદમાં ભક્તજનો સાથે મુલાકાત કરાય હતી,આજે 11 વાગ્યે ખાટું શ્યામ મંદિર માં દર્શન માટે જશે,બપોરે 12 વાગ્યે ટીજીબી હોટલમાં જશે,જ્યાં વીઆઇપી લોકો સાથે મુલાકાત કરશે

બ્રેકગ્રાઉન્ડ

Baba Dhirendra Shastri  Darbar સુરતમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો આજે બીજો દિવસ છે.સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો એકઠ થયા હતા. આ દરમિયાન બાબાએ પોતાના પ્રવચનની શરુઆત કરતા કહ્યું હતું કે,  જે રીતે ગુજરાતના લોકો આ રીતે એકઠા થઈ જશે ત્યારે ભારત તો શું પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું. તેમણે કહ્યું હતું કે, જો કોઈને શંકા હોઈ તે બાગેશ્વર ધામ આવી જાય. હું કોઈને ભડકાવવા નથી આવ્યો પરંતુ તમને જગાડવા આવ્યો છું. જ્યાં સુધી ગુજરાતના લોકો રામમય નઈ થઈ જાય ત્યા સુધી હું ગુજરાતનો પીછો નહીં છોડું. 


હિન્દુ રાષ્ટ્ર બનાવવાની સંકલ્પ સાથે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતમા સભા ગજવી રહ્યાં  છે. સુરતમાં સભાનો આજે બીજો દિવસ છે. સુરત બાદ તેઓ વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં પણ જનસભાને સંબોધશે. તેઓ જે રીતે ચીઠ્ઠી દ્રારા લોકોને બોલાવે છે અને તેમની સમસ્યાઓ દૂર કરવાનો દાવો કરે છે.. જેને લઇને તેમનો ખૂબ વિરોધ પણ થઇ રહ્યો છે. આ વિરોધ અને વિવાદ વચ્ચે તેઓ ગુજરાતમા સભાને સંબોધશે જો કે મોટી સંખ્યામાં તેમની સભામાં જનમેદની પણ જોવા મળી રહી છે. ગઇ કાલે સુરતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતમાં પ્રથમ દિવસે સભાને સંબોધતા તેમણે હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને દોહરાવ્યો હતો. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.