PM Modi in Gujarat: PM મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા, મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથ સાથે કર્યો રોડ શો

Narendra Modi Gujarat tour: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી બનાસકાંઠાના દિયોદર ખાતેના બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કરશે.

gujarati.abplive.com Last Updated: 19 Apr 2022 08:18 PM
રોડ શોની કેટલીક તસવીરો

પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ એરપોર્ટ પર આગમન થયા બાદ કરેલા રોડ શોની કેટલીક તસવીરો. 





પ્રધાનમંત્રી મોદી પોતાના કાફલા સાથે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના

પ્રધાનમંત્રી મોદી પોતાના કાફલા સાથે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થયા છે. આ દરમિયાન પીએમ મોદીના સ્વાગત માટે રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એયરપોર્ટ પર પહોંચ્યા

અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એયરપોર્ટ પર પહોંચ્યા છે. થોડીવારમાં મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ સાથે રોડ શો કરશે.

મોરેશિયસના પીએમ પ્રવિંદ કુમાર જુગનાથનો પણ આભાર વ્યક્ત કર્યો

હું મારા મિત્ર અને મોરેશિયસના પીએમ પ્રવિંદ કુમાર જુગનાથનો પણ આભાર વ્યક્ત કરું છું; મારો તેમના પરિવાર સાથે 3 દાયકા જૂનો સંબંધ છે... મને આનંદ છે કે તેમણે મારા ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાત લેવાનું મારું આમંત્રણ સ્વીકાર્યું અને ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીને અમારા દિલ જીતી લીધાઃ PM મોદી

ભારત પ્રત્યેનો તેમનો લગાવ એક સંસ્થાના રૂપમાં દેખાય છેઃ મોદી

નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, હું ડૉ. ટેડ્રોસને લાંબા સમયથી ઓળખું છું અને જ્યારે પણ અમે મળ્યા છીએ ત્યારે તેમણે ભારતીય શિક્ષકો પાસેથી તેમને મળેલા શિક્ષણનો ખુબ જ પ્રતિષ્ઠા સાથે ઉલ્લેખ કર્યો છે, તેમની લાગણીઓ ખુબ ઉલ્લાસ સાથે વ્યક્ત કરી છે કે, આજે ભારત પ્રત્યેનો ટેડ્રોસનો લગાવ એક સંસ્થાના રૂપમાં દેખાય છે.

બલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

જામનગરમાં WHO-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, હું ડૉ. ટેડ્રોસ (WHO-DG)નો આભારી છું અને દરેક ભારતીય વતી તેમનો આભાર માનું છું. તેમણે અમને એક રીતે ત્રિવેણી સંગમનો અહેસાસ કરાવ્યો અને ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં બોલીને અમારા હૃદયને સ્પર્શી ગયા.

ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રનો શિલાન્યાસ

બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનુ ઉદઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર પહોંચ્યા હતા. જામનગરમાં WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રનો શિલાન્યાસ  પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવ્યો હતો.   

મુકેશ અંબાણી પીએમ મોદીને મળવા પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા સર્કિટ હાઉસ ખાતે રિલાયન્સના મુકેશ અંબાણી પણ પહોંચ્યા છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાયલોટ બંગલો પહોંચ્યા

રાજવી પરિવારના જામ શત્રુ શલ્ય સિંહજી સાથે પીએમ મોદીએ મુલાકાત કરી છે. બન્ને મહાનુભાવોએ પાયલોટ બંગલા ખાતે બેઠક કરી હતી. ત્યાર બાદ વડાપ્રધાન સર્કિટ હાઉસ જશે ત્યાં જિલ્લાના તમામ આગેવાનો સાથે બેઠક કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન

WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર એરપોર્ટ સ્ટેશન ખાતે આવી પહોંચતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીમોદી તેમજ અન્ય મહાનુભાવો સર્કિટ હાઉસ જવા માટે નીકળ્યા હતા ત્યારે એરફોર્સ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના પ્રથમ પારંપરિક ચિકિત્સાના મેડિસિન સેન્ટરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પીએમ મોદી જામનગર પહોંચ્યા

પીએમ મોદી જામનગર પહોંચી ગયા છે. અહીં તેઓ રાજવી જામ સાહેેબ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત બપોરનું ભોજન પણ પીએમ જામનગર ખાતે જ કરશે

ડેરી સેક્ટરનો વધુ લાભ નાના ખેડૂતોને મળે છે

સોમનાથની ધરતીથી જગન્નાથની ધરતી સુધી બનાસ ડેરી લોકોને લાભ આપવાનું કામ કરી રહી છે. ડેરી સેક્ટરનો વધુ લાભ નાના ખેડૂતોને મળે છે. નાના ખેડૂતોની મોટી ચિંતા લઈને હું દિલ્હી ગયો. આજે વર્ષમાં ત્રણ વાર નાના ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા મળે છે.

મારે હવે તમારી સાથે બનાસના મૂડમાં વાત કરવી પડશે

અહીં આવીને મારુ પહેલું માથું નમે છે ગલબા કાકાની સામે. બીજા નમન મારી બના,કાંઠાની માતા બહેનોને. અહીંની બહેનો સંતાનોની જેમ પશુઓને સાચવે છે. સગા વહાલાના લગ્ન છોડી દે પરંતુ પશુને ન છોડે. 

મગફળી અને સરસવ માટે બનાસ ડેરીએ સારુ કામ કર્યું

ગુજરાત આજે વિકાસની જે ઉંચાઈ પર છે તે દરેક માટે ગૌરવની વાત છે. બનાસ ડેરીએ મગફળી અને સરસવ માટે બનાસ ડેરીએ સારુ કામ કર્યું છે. પીએમ મોદીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની પશંસા કરી.

હુ બનાસ ડેરીનો આભાર માનુ છું

બનાસ ડેરીએ મારા મતવિસ્તાર વારાણસીના ખેડૂતો માટે પણ કામ કર્યું. ગ્બોબલથી લોકલ બનવા તરફનું આ પગલુ બનાસ ડેરીએ ભર્યું છે.

મા નરેશ્વરી અને મા અંબાના આશિર્વાદ

હું બનાસની તમામ માતા અને બહેનોને નમન કરુ છું. જ્યારે તમે ઓવારણા લઈ રહ્યા હતા ત્યારે હુ મારી જાતને રોકી ન શક્યો.

પીએમ મોદીએ સંબોધન શરૂ કર્યુ

પીએમ મોદીએ કહ્યું, મારે થોડીવાર હિન્દીમાં બોલવું પડશે. પીએમએ કહ્યું, બાબા બન્યા હે તો હિન્દી બોલના પડેગા. તેમણે કહ્યું કે, મીડિયાની અપીલ હતી કે સાહેબ તમે હિન્દીમાં બોલજો. એટલે મે કહ્યું બધુ તો નહીં પરંતુ થોડું બોલીશ.

પીએમ મોદીએ કર્યું બનાસ ડેરીના પ્લાનનું લોકાર્પણ

બનાસ ડેરીના પ્લાન્ટનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું

બનાસ ડેરીના પ્લાન્ટનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે સીએમ ભુપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ અને શંકર ચૌધરી સ્ટેજ પર હાજર રહ્યા હતા.

પીએમ મોદી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા

પીએમ મોદી કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા છે. સ્ટેજ પર શંકર ચૌધરી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત છે.

પીએમના સ્વાગત માટે પહોંચ્યું વહિવટીતંત્ર અને બનાસડેરીના ચેરમેન

દીયોદરના સણાદર ખાતે 151 વિઘામાં નિર્માણ પામેલ બનાસડેરી સંકુલનું કરશે લોકાર્પણ. ઐતિહાસિક મહિલા સમલેનમાં હાજરી આપશે પીએમ મોદી
મોટી સંખ્યામાં મહિલાઓ દીયોદરમાં પહોંચી.

પ્રધાનમંત્રી મોદી દિયોદર પહોંચી ગયા

થોડીવારમાં પીએમ મોદી સ્ટેજ પર પહોંચશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર છે.

બ્રેકગ્રાઉન્ડ

બનાસકાઠા:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી બનાસકાંઠાના દિયોદર ખાતેના બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કરશે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં બનાસ ડેરી સંકુલ નિર્માણ પામેલ છે. જ્યાં પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનીટી રેડીયો સ્ટેશન (FM 90.4)નું આજે પીએમ લોકાર્પણ કરશે. આજે વડાપ્રધાનના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હત કરવામાં આવશે.


 






ઇ-લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાવડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ, પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન, દામા (ડીસા) અને ઇ- ખાતમુહૂર્તમાં નવીન ચાર ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા)નો સમાવેશ થાય છે. એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે. જૂન-2020માં ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું અને માત્ર 18 મહિનાના ટૂંકા ગાળામાં સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે. જેમાં વિશ્વના જુદા જુદા સાત દેશોની મશીનરી લગાવાઇ છે. આ પ્લાન્ટમાં 30 લાખ લીટર પ્રતિદિનની દૂધની પ્રક્રિયા કરવાની ક્ષમતા છે. જે વધારીને 50 લાખ લીટર પ્રતિદિન થઇ શકશે. પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા, 1 લાખ લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ પ્લાન્ટ, 20 ટન પ્રતિદિન ખોવા તેમજ 6 ટન પ્રતિદિન ચોકલેટ એન્રોબીંગ પ્લાન્ટની વ્યવસ્થા છે.



ડેરી પ્લાન્ટની બાજુમાં આ સંકુલમાં જ 48 ટન પ્રતિદિનની બટાકા પ્રોસેસિંગની ક્ષમતા પણ વિકસાવવામાં આવનાર છે. બનાસ ડેરી સંકુલ, દિયોદરમાં સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમવાર બનાસ કોમ્યુનીટી FM રેડીયો 90.4 સ્ટેશન ઉભું કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ રાજ્ય સરકારના મંત્રીઓએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત કરી હતી. રાજેંદ્ર ત્રિવેદી તેમજ પૂર્ણેશ મોદીએ પીએમ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.