PM Modi Gujarat Visit :પ્રધાનમંત્રીએ પાકિસ્તાનને આપી ચેતવણી, 'આંતકવાદના કાંટાને હવે કાઢીને જ રહીશું'

PM Modi Gujarat Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે કયાં વિશેષ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે, જાણીએ સમગ્ર શિડ્યુલ અને અપડેટ્સ

Advertisement

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 27 May 2025 12:45 PM

બ્રેકગ્રાઉન્ડ

PM Modi Gujarat Visit Live:  ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે છે. તેમના 2 દિવસિય પ્રવાસમાં  અનેક  વિકાસના કાર્યોનું લોકાપર્ણ કરવાનો નિર્ઘાર છે. ઓપરેશન સિંદૂર પછી...More

દેશનો સિંદૂરીયા મિજાજ યથાવત રહેશે: PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે,  "સિંદૂરીયા મિજાજ યથાવત રહેશે,  ઓપરેશન સિંદૂર જનતાના બળથી આગળ વધશે, સૈન્ય બળ અને જનશક્તિથી ઓપરેશન સિંદૂર આગળ વધશે, વિદેશી વસ્તુઓનો ઉપયોગ ન કરો. દુ:ખની વાત તો એ છે કે આપણે ત્યાં ગણપતિની મૂર્તિ પણ વિદેશથી આવે છે. વિદેશી વસ્તુઓ ધરમાં કેટલી છે તેની યાદી બનાવો તો ખ્યાલ આવશે કે આપણે સ્વદેશીને અવગણીને વિદેશી કેટલી વસ્તુનો વધુ ઉપયોગ કરીએ છીએ" . વિદેશી વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા  પીએમ મોદીએ અપીલ કરી છે  તેમણે કહ્યું કે  ઓપરેશન સિંદૂર 140 કરોડ નાગરિકોના દીલમાં છે 

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.