પીએમ મોદીનો 4 માર્ચનો કાર્યક્રમઃ સવારે 11.30 કલાકે પીએમ જામનગર પહોંચશે. પીએમ મોદી 750 પથારીની ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. બાદમાં સૌની પ્રોજેકટનું પણ ઉદ્ઘાટન કરશે. જામનગરમાં જનસભાનું પણ સંબોધન કરશે. બપોર પીએમ જામનગરથી રવાના થઇ અમદાવાદ પહોંચશે જ્યાં અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ કોમ્પ્લેક્ષનું ભૂમિપૂજન કરશે. બાદમાં વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન પહોંચશે અને ત્યાં મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કાનું ભૂમિપૂજન કરશે. મેટ્રોમાં સવારી કરી પીએમ મોદી સાંજે સિવિલ હોસ્પિટલ ખાતે જનસભાને સંબોધન કરશે અને ત્યાં 1200 પથારીની સિવિલની નવી બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. બાદમાં મોદી આયુષમાન ભારતના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. ત્યાર બાદ પીએમ મોદી ગાંધીનગર ખાતે રાત્રી રોકાણ કરશે.
પીએમ મોદીનો 5 માર્ચનો કાર્યક્રમઃ પીએમ મોદી સવારે 10 કલાકે અડાલજ ખાતે શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન કરશે. 11.30 કલાકે વસ્ત્રાલ ખાતે શ્રમયોગી માન ધન યોજનાની શરૂઆત કરશે. જનસભાને સંબોધન પણ કરશે. બપોરે અમદાવાદ ઍરપોર્ટથી ઇન્દોર જવા રવાના થશે.