વડોદરા : વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે (Vadodara-Ahmedabad Expressway)  પરના ટોલ ટેક્સ (Toll Tax) માં વધારો કરી દેવાતાં વાહનચાલકોએ હવે વદારાનો આર્થિક બોજ સહન કરવો પડશે. કોરોનાના કારણે ગયા વર્ષે  કાર સિવાયના દરેક વાહનોના ટોલ(Toll Tax)ના દરોમાં વધારો કરાયો હતો પણ કારચાલકોને રાહત અપાઈ હતી. એકસપ્રેસ-વે પર એક વર્ષ સુધી કારચાલકોને ટોલના દરોમાં રાહત આપ્યા બાદ આ વર્ષે પાંચ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. કાર ઉપરાંત અન્ય વાહનોના દરોમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.


એક્સપ્રેસ હાઇવે (Vadodara-Ahmedabad Expressway)પર ટોલ ટેક્સનો કોન્ટ્રાક્ટ આઇઆરબી (IRB) કંપનીને સોંપાયો છે. આઇઆરબી કંપનીએ કરેલી જાહેરાત પ્રમાણે 1 એપ્રિલથી  કાર, જીપ તેમજ વાન સહિતના  તમામ વાહનો પરના ટોલ ટેક્સમાં વધારે કરાતાં હવે આ તમામ વાહનો માટે મુસાફરી મોંઘી બની ગઇ છે. 


આઇઆરબી (IRB) કંપનીની જાહેરાચ પ્રમાણે એક્સપ્રેસ-વે પર કાર, જીપ તેમજ વાન માટે હવે રૂપિયા 110ના બદલે રૂપિયા 115 સિંગલ ટ્રિપ માટેનો ટોલ દર વસૂલવામાં આવશે.  આ ઉપરાંત અન્ય વાહનોના દરોમાં પણ વધારો કરી દેવાયો છે. લાઈટ મોટર વ્હીકલ માટે રૂપિયા 180ના બદલે રૂપિયા 185 સિંગલ ટ્રિપ માટેનો ટોલ દર વસૂલવામાં આવશે. બસ અને ટ્રક માટે રૂપિયા 380ના બદલે રૂપિયા 390 સિંગલ ટ્રિપ માટેનો ટોલ દર વસૂલવામાં આવશે જ્યારે થ્રી એક્સે ટ્રક માટે રૂપિયા 410ના બદલે રૂપિયા 425 સિંગલ ટ્રિપ માટેનો ટોલ દર વસૂલવામાં આવશે. 4થી 6 એક્સેલ ટ્રક માટે રૂપિયા 595ના બદલે રૂપિયા 610 સિંગલ ટ્રિપ માટેનો ટોલ દર વસૂલવામાં આવશે.


મહાત્મા ગાંધી એક્સપ્રેસ-વે ( Mahatma Gandhi Expressway) તરીકે ઓળખાતા આ એક્સપ્રેસ-વે પર મુસાફરી માટે છેલ્લે જુલાઇ 2013માં વાહનો પાસેથી લેવામાં આવતા ટોલટેક્સના દરોમાં ઘટાડો કરાયો હતો. ત્યાર બાદ ટોલના દરોમાં સતત વધારો થતો રહ્યો છે. 2013નાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પરથી ટોલ વસૂલવાનો કોન્ટ્રાક્ટ આઇઆરબી કંપનીને સોંપવામાં આવ્યો હતો ત્યારે ટોલદરમાં ઘટાડો થયા બાદ નવા નાણાંકિય વર્ષથી ટોલ દરમાં સતત વધારો થઇ રહ્યો છે. 1 એપ્રિલથી અમલમાં આવનારા નવા  દરોમાં   કાર, જીપ તેમજ વાન માટેના ટોલ દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કોરોનાના કારણે ગયા વર્ષે કારચાલકોને રાહત મળી હતી પરંતુ આ વર્ષથી વધારો અમલી બનાવી દેવાયો છે.