ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 100ને પારઃ આજે 10 કેસ નવા નોંધાયા, એકનું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Apr 2020 11:03 AM (IST)
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 10 કેસ નોંધાયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે.
ગાંધીનગર: ગુજરાતમાં દિવસે દિવસે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યાની સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 10 કેસ નોંધાયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે જ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 105 પર પહોંચી છે. ભાવનગરમાં ચાર, અમદાવાદમાં પાંચ અને પાટણ જિલ્લામાં એક કોરોના વાયરસનો કેસ સામે આવ્યો છે. જ્યારે ચાર પોઝિટિવ દર્દીઓ સાજા થઇ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગરમાં એક 80 વર્ષીય મહિલા પણ છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યાં છે. અમદાવાદ કોરોનાના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં કુલ 9 લોકોના મોત કોરોના વાયરસથી સંક્રમિત કુલ 105 લોકો અમદાવાદ 43 ગાંધીનગર 11 સુરત 12 વડોદરા 9 રાજકોટ 10 કચ્છ 1 ભાવનગર 11 મહેસાણા 1 ગીર સોમનાથ 2 પોરબંદર 3 પંચમહાલ 1 પાટણ 1