Gujarat Weather Update: બીપરજોય  વાવાઝોડાને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડનો સુપ્રસિદ્ધ તિથલ બીચ બંધ કરવામાં આવ્યો છે. સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. 


 



સમગ્ર ગુજરાત ઉપર બીપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. જેને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડનો સુપ્રસિદ્ધ તિથલ દરિયો સહેલાણી માટે બંધ કરી દેવામાં આવે છે. તિથલ બીચ ઉપર આવેલી દુકાનો અને સ્ટોલ સંચાલકોને દુકાનનો જરૂરી સામાન કાઢી લેવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે સાથે દરિયા નજીક ન જવા માટે સૂચનો કરવામાં આવ્યા છે. વલસાડના ત્રણ કિલોમીટર લાંબા તિથલ બીચ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી સહેલાણીઓને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જો વાત કરીએ તો વલસાડ જિલ્લાના 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્રારા અલગ અલગ ટિમો બનાવી જિલ્લાના 28 ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.


તો બીજી તરફ સંભવિત વાવાઝોડાની અસરને લઇ ભાવનગરના દરિયામાં ભારે પવન સાથે કરંટ જોવા મળી રહ્યો છે. હાલ જિલ્લાના તમામ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક થયું છે. અધિકારીઓને વાવાઝોડાની અસરને લઇ હેડ ક્વાર્ટર ન છોડવાના આદેશ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ ભાવનગરના કોસ્ટલ એરિયામાં પણ નજર રાખવામાં આવી રહી છે.


ગુજરાતમાં આગામી 5 દિવસ આ જિલ્લામાં થશે વરસાદ


હવામાન વિભાગે  આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ  પડી શકે છે. વાવાઝોડાના કારણે દરિયામાં કરંટ હોવાથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. વાવાઝોડાની અસરના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે  પવન ફૂંકાઇ શકે છે. જેના પગલે તમામ બંદરો પર બે નંબરનું ભયસૂચક સિગ્નલ મૂકાયું છે. હાલ પોરબંદરથી વાવાઝોડું 830 કિ.મી દુર છે. વાવાઝોડાની અસરના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી  વરસી શકે છે.


હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડાને લીધે હવાની દિશા સતત  બદલાઈ રહી છે. 6 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યુ છે. આગામી બે દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જણાય. જો કે બે દિવસ બાદ ગરમીમાં બેથી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. 2 દિવસ બાદ 30થી 40 કિ.મીની ગતિથી પવન ફુંકાશે. વાવાઝોડા મુદ્દે સ્પષ્ટતા કરતા હવામાન વિભાગ મુજબ  આગામી પાંચ દિવસ વાવાઝોડું ગુજરાત તરફ આવવાની શક્યતા નહિવત છે.