Sabarkatha Rain:હિંમતનગરના રાજપુર પાસે દીવાલ એક મકાનની દીવાલ ધરાશાયી થતાં માતા પુત્રએ જીવ ગુમાવ્યો છે. વરસાદના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી.  સાબરકાંઠાના હિંમતનગર જિલ્લામાં ધોધમાર  વરસાદ વરસી રહ્યો છે. હિંમતનગર શહેરમાં  ગઇકાલ સાંજથી વરસાદ વરસી રહ્યો છે.  6 થી 8 કલાક દરમિયાન 2 ઇંચ વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદના કારણે હિંમતનગર શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

હિંમતનગરના રાજપુર પાસે દીવાલ પડતા માતા-પુત્રનું કમકમાટી ભર્યુ  મોત નિપજ્યું છે. રાત્રી દરમિયાન કાચા મકાનની દીવાલ પડતા માતા-પુત્ર દબાઈ ગયા હતા. બંને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે  ગાંભોઈ સરકારી દવાખાને લઇ જવાયા હતા. ભારે વરસાદને લઈને કાચા મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી.જેમાં 35 વર્ષીય શિલ્પાબેન મહેશસિંહ પરમાર અને 9 વર્ષીય પુત્ર ક્રીશ મહેશસિંહ પરમાર નું મોત નિપજ્યું છે. ગાંભોઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.                                    


ઉલ્લેખનિય છે કે,ગુજરાતમાં (Gujarat) ભારે વરસાદને (heavy rain) કારણે વિવિધ ઘટનાઓમાં આઠ લોકોના મોત થયા છે. છેલ્લા કેટલાક દિવસથી દેવભૂમિ દ્વારકામાં પણ  અતિશય વરસાદ આફતરૂપ બન્યો છે. દ્વારકાના ખંભાળાયામાં  મકાની છત  ધરાશાયી થતાં એક જ પરિવારના 3 લોકોના કમકમાટીભર્ચા મોત નિપજ્યાં હતા.છે. જ્યારે 7 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. . મકાનના કાટમાળની નીચે દબાઇ છતાં ગંભીર ઇજા થતાં પરિવારના 3 લોકોએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા જ્યારે અન્ય  7 લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું. સાતેય લોકોને ગંભીર ઇજા પહોંચતા તાબડતોબ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, આ મકાન જર્જરિત હતું અને દેવભૂમિ દ્રારકાને મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી ઘમરોળી રહ્યાં  છે. તો ભેજ લાગતા આખરે મકાન ધરાશાયી થયું હતું. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ દુર્ભાગ્યવશ પરિવારના 3 લોકોની જિંદગી ન બચાવી શકાય. એનડીઆરએફની ટીમે ત્રણ લોકોના મૃતદેહને કાટમાળથી બહાર કાઢ્યા હતા જયારે અન્ય 7ને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.