ટ્રીપલ અકસ્માત:બનાસકાંઠાના ઇકબાલ ગઢ નજીક ભડથ પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. કાર.ટ્રેલર અને ટ્રક  અથડાતા અહીં 1 વ્યક્તિનું મોત થયું છે. મત્તકનો  મૃતદેહ ને અમીરગઢ રેફરલમાં લઇ જવાયો હતો.


બનાસકાંઠાના ઇકબાલ ગઢ નજીક ભડથ પાટિયા પાસે એક ગંભીર રોડ અકસ્માત સર્જાયો હતો. અહીં  કાર.ટ્રેલર અને ટ્રક  એકબીજા સાથે અથડાતા  1 વ્યક્તિનું મોત થયું છે. મત્તકનો  મૃતદેહ ને અમીરગઢ રેફરલમાં લઇ જવાયો હતો. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ હાથ ધરી છે.


તો બીજી તરફ બનાસકાંઠાના પાલનપુર ધનિયાણા ચોકડી પાસે જીપ અને મોટર સાઇકલ વચ્ચે અકસ્માત થતાં અહીં એકને ગંભીર ઇજા થતાં તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા.જો કે કમનસીબે તેમને ગંભીર ઇજા પહોંચી હોવાથી સારવાર  દરમિયાન તેમનું મોત થયું હતું.  ઘટનાની નોંધ લેતા તાલુકા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.


ભાવનગરમાં મૃતક વ્યક્તિને અપાઇ રસી!


રાજ્યમાં ફરી એકવાર મૃતક વ્યક્તિના નામે વેક્સિન અપાયાનું એક ઘટના સામે આવી છે. જેને લઇને આરોગ્ય વિભાગની બેદરકારીને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે.રાજ્યમાં ફરી એકવાર મૃતક વ્યક્તિના નામે વેક્સિન અપાયાનું એક ઘટના સામે આવી છે. જેને લઇને આરોગ્ય વિભાગની બેદરકારીને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે.જાણીએ રાજ્યના ક્યાં શહેરમાં આ ઘટના બની છે.


ફરી એકવાર મૃતક વ્યક્તિના નામે કોરોનાની વેક્સિન અપાઈ હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. ભાવનગરમાં મૃતક હિતેશભાઈ શાહને 26 નવેમ્બરે વેક્સિનનો બીજો ડોઝ અપાયાનો આવ્યો મેસેજ આવતાં આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે.


રાજ્યમાં કેટલું થયું રસીકરણ


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 13ને પ્રથમ અને 944 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 7497 અને 60896 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 24770 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 162332 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,56,452 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,55,56,580 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.