Triple Murder: સાબરકાંઠાના પોશીનાના અજાવાસ ગામે ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી છે. બે આધેડ અને એક બાળકની હત્યા થઈ હતી. સામ-સામે બે આધેડે એક બીજા પર હુમલો કર્યો હતો. ઘટનામાં પાંચ વર્ષના બાળકનું મોત થયું હતું. ગઈ કાલ રાત્રેના 1.30 આસપાસ ઘટના બની હતી.
શું છે મામલો
ગઈકાલે જીજણાટ ગામનો રમેશભાઈ ઉદાભાઈ બુબડીયા અજાવાસ ગામે આવ્યો હતો. જેણે પોતાની ભાભીના ભાઈ પર હુમલો કર્યો હતો. રાત્રી દરમિયાન તેણે પોતાની ભાભીના ભાઈ લલ્લુભાઈ લાડુભાઈ ગમારને કુહાડીના ઘા ઝિંક્યા હતા. ઘટનામાં પિતા સાથે ખાટલામાં સુતેલા પાંચ વર્ષના કલ્પેશને પણ કુહાડીના ઘા ઝીંકીને ક્રુર હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાને પગલે મરનાર લલ્લુભાઈના ભાઈ મકનાભાઈએ કરી દીધી હતી. બંનેએ સામસામે હુમલો કરતા મકનાભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે હત્યા કરવા આવેલો રમેશ બુબડીયા ખુદ પણ હત્યાનો શિકાર થયો હતો.
ઘટના સ્થળેથી પોશીના પોલીસે બાળક સહિત ત્રણેય લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ઘટનાને લઈ ઈડર ડીવાયએસપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.
કચ્છના બિઝનેસમેનની મુંબઈમાં ભર બજારે ગોળી મારીને હત્યાથી ચકચાર
મુંબઈમાં કચ્છના વેપારીને જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. વેપારીની હત્યાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નવી મુંબઈના રિયલ એસ્ટેટ કારોબારી સવજી મંજેરી (પટેલ) ની બુધવારે સાંજે મોટર સાઇકલ પર આવેલા બે લોકોએ ગોળી મારી હત્યા કરી હતી. પોલીસે આ જાણકારી આપી હતી. પોલીસે કહ્યું, રિયલ એસ્ટેટ ગ્રુપના એમ્પેરિયાના માલિક સવજી મંજેરી નેરુલ વિસ્તારમાંથી પસાર થતાં હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હતી. જે બાદ તેમને બેલાપુરની હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા, જ્યા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બે મોટરસાઇકલ પર સવાર માણસોએ તેમની બાઇકને ફૂલ સ્પીડમાં આવીને કાર આગળ રોકી હતી. તે પછી, તેમાંથી એકે પિસ્તોલ કાઢીને અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જે બાદ બંને આરોપીઓ ભાગી ગયા. તેનું સ્થળ પર જ મોત નીપજ્યું. નવી મુંબઈ પોલીસે હત્યારાઓ માટે શોધખોળ શરૂ કરી છે, આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. હત્યા પાછળના હેતુઓની તપાસ કરી રહી છે અને કદાચ વ્યવસાયિક દુશ્મનાવટની શંકા છે.