ગુજરાતમાં ક્યારથી ટ્યૂશન ક્લાસીસ શરૂ કરવાની મળશે મંજૂરી? જાણો શિક્ષણ મંત્રીએ શું કહ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Jan 2021 10:08 AM (IST)
રાજ્યના શિક્ષણમંત્રીએ રાજ્યમાં ટ્યૂશન કલાસીસ શૂર કરવા માટે સંચાલકો પણ મળ્યા હતા અને બેઠક પણ કરી છે. જે પ્રમાણે હવે ટુંક સમયમાં ખાનગી કલાસીસ શરૂ કરવાની હૈયા ધારણા આપી હોવાનું કલાસીસ સંચાલકોએ જણાવ્યું હતુ
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદઃ કોરોના કાળમાં બંધ પડેલા ટ્યૂશન ક્લાસીસ હવે ટુંક સમયમાં ગુજરાતમાં શુર થશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેનદ્રસિંહ ચૂડાસમાએ રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટ કરી દીધુ છે કે હવે રાજ્યમાં ટ્યૂશન ક્લાસીસ આગામી દિવસોમાં શરૂ થશે. સાથે રાજકોટના ટયુશન ક્લાસીસના સંચાલકો સાથે પણ શિક્ષણમંત્રીની બેઠક થઇ હતી. જેમાં ક્લાસીસ સંચાલકોને ખાતરી આપી હતી કે, ટુંક સમયમાં ક્લાસીસ શરૂ કરવા અંગેની પણ લીલીઝંડી અપાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગઇ ૧૧મી જાન્યુઆરીથી ગુજરાતમાં ધોરણ.૧૦ અને ૧૨ની શાળાઓમાં અને ઉચ્ચ શિક્ષણના છેલ્લા વર્ષનું ફિઝિકલ શિક્ષણ શરૂ કરવા રાજ્ય સરકારની મંજૂરી મળી ચૂકી છે. હાલ ૮૦ ટકા કરતાં પણ વધુ સ્કૂલોમાં ધોરણ.૧૦ અને ૧૨નું ફિઝિકલ શિક્ષણકાર્ય શરૂ થઈ ગયું છે અને ૫૦ ટકા કરતાં વધુ વિદ્યાર્થીઓની હાજરી થઇ રહી છે. જોકે હવે આગામી ટુંક સમયમાં ધોરણ.૯ અને ૧૧માં પણ ફિઝિકલ શિક્ષણનો પ્રારંભ થશે. કોરોના કાળમાં બંધ પડેલા ધો.૯-૧૧ના વર્ગો શરૂ કરવા આગામી ૨૭મી ના રોજ મળનારી કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવશે. રાજ્યના શિક્ષણમંત્રીએ રાજ્યમાં ટ્યૂશન કલાસીસ શૂર કરવા માટે સંચાલકો પણ મળ્યા હતા અને બેઠક પણ કરી છે. જે પ્રમાણે હવે ટુંક સમયમાં ખાનગી કલાસીસ શરૂ કરવાની હૈયા ધારણા આપી હોવાનું કલાસીસ સંચાલકોએ જણાવ્યું હતુ.