અમદાવાદ:   રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું છે. દરરોજ નોંધાતા નવા કેસોમાં મોટો ઘટાડો યથાવત છે. આજે કોરોના વાયરસના 423 નવા કેસ નોંધાયા હતા. રાહતની વાત એ છે કે, એક્ટિવ કેસની સંખ્યા 5000થી પણ ઓછી થઈ ગઈ છે. હાલ રાજ્યમાં 4,960 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં આજે 702 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,49,352 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 96.39 ટકા છે. રાજ્યમાં હાલ 4960 એક્ટિવ કેસ છે અને 50 દર્દી વેન્ટીલેટર પર છે અને 4910 લોકો સ્ટેબલ છે. કુલ મૃત્યુઆંક 4375 પર પહોંચ્યો છે. જ્યારે  કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો  આંક 2,58,687 પર પહોંચ્યો છે.

ક્યાં કેટલા નોંધાયા કેસ

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 81, સુરત કોર્પોરેશનમાં 75, વડોદરા કોર્પોરેશનમાં 65, રાજકોટ કોર્પોરેશનમાં 46, વડોદરા 22, સુરત 17, કચ્છ 11, રાજકોટ-13, ભાવનગર  કોર્પોરેશન -7, જુનાગઢ કોર્પોરેશન-7, ગાંધીનગર, ખેડા અને મેહસાણામાં 6-6 કોરોનાના કેસ નોંધાયા હતા.