Surendranagar News: દસાડા તાલુકાના વીઠલાપુર ગામ પાસે મોડી રાત્રે અકસ્માત ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવકોના મોત નીપજ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વડગામના યુવકો નોકરી કરી રાત્રે બાઈક પર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ગાય વચ્ચે ઉતરતા સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.




અકસ્માત બાદ બાઈક પરથી પટકાઈ બન્ને યુવકો ફંગોળાતા ગંભીર ઈજાઓ પહોંચતા બન્નેને હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન તેમના મોત નિપજ્યા હતા. બને યુવકોના મોતથી પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. એત મૃતકનું નામ હર્ષદ પરમાર હતું અને તેમની ઉંમર ૨૬ વર્ષની હતી જ્યારે બીજા મૃતકનું નામ ત્રિભોવન પરમાર હતું અને તેમની ઉંમર 32 વર્ષની હતી. બન્ને યુવકો વડગામના રહેવાસી હતા.


સુરતની શાળામાં શિક્ષિકાની ક્રૂરતાની ઘટના સામે આવી છે. અહીં શિક્ષિકાએ બાળકીને એક નહિ પરંતુ 35 થપ્પડ મારતા ઢોર માર મારતા સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોમાં રોષ છે. સુરતમાં શિક્ષિકાનો એવો ક્રૂર ચહેરો સામે આવ્યો છે કે , ધટનાને લઇને વાલીમાં આક્રોશ છે. અહીં સુરતની સાધના નિકેતનમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શિક્ષિકા દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. શિક્ષિકાએ એક નહિ બે નહિ પરંતુ 35 થપ્પડ માસૂમ બાળકીને લગાવી દીધા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.


સમગ્ર ઘટના હકીકતમાં ત્યારે પ્રકાશમાં આવી  જ્યારે શાળાએથી ઘરે આવી ત્યારે યુનિફોર્મ બદલવતી વખતે માતાએ તેના શરીર પર ઇજાના નિશાન જોયા હતા. જે બાદ માતાપિતાએ તેને પૂછતા બાળકીએ આ વાત જણાવતા કહ્યુ હતુ કે, શિક્ષિકાએ શાળામાં ઢોર માર માર્યો છે. ગુરૂ શિષ્યના સંબંધ પર લાંછન લગાડતી આ ઘટના બહુ મોટા પડઘા પડ્યા છે. ઘટનાને લઇને વિદ્યાર્થિનીના પરિવાર સહિત અન્ય વિદ્યાર્થીઓના પરિવારમાં પણ રોષ  છે.શિક્ષિકાની ક્રૂરતાના પગલે  વિદ્યાર્થિનીના માતા પિતાશિક્ષિકા વિરૂદ્ધ  ફરિયાદ કરી છે.