કચ્છ: રાપરના કીડીયાનગર ગામમાં એક ગોજારી ઘટના સામે આવી છે. જ્યાં પાણીમાં ડૂબી જવાથી બે સગા ભાઈઓના મોત થયા. ગામના સીમાડામાં તળાવડીમાં ડૂબી જવાથી બે ભાઈઓના મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. ડૂબી રહેલા ભાઈને બચાવવા જતા બીજો ભાઈ પણ ડૂબ્યો હતો. ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છે.


રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ પાણી ભરાયા 
રાજકોટ:  રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યોછે.  રાજકોટમાં સાંજે શરૂ થયેલા વરસાદે મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. માત્ર એકથી દોઢ ઈંચ વરસાદમાં શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે.  રાજકોટ શહેરના કેનાલ રોડ, બસસ્ટેન્ડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, મહિલા કોલેજ અન્ડરબ્રિજ, કિસાનપરા ચોક, કાલાવડ રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે. પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક લોકોના વાહનો બંધ પડી ગયા હતા. આમ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિમોન્સૂન પ્લાન પાણીમાં ડૂબ્યો છે. દર વર્ષની માફક રાજકોટ મનપાના પ્રિમોન્સૂન પ્લાનના દાવાની હવા નિકળી ગઈ છે. 


 હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતમાં આ વર્ષે આટલા ટકા પડશે વરસાદ
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈને મહત્વની જાહેરાત કરી છે. આજે ગાંધીનગર ખાતે રાહત નિયામક સી.સી. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની મીટીંગ યોજાઈ હતી. જેમાં IMDના અઘિકારી એમ. મોહન્તીએ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ ગયું છે તેમ જણાવતા કહ્યું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે સમગ્ર ચોમાસા દરમિયાન ૯૬ થી ૧૦૪ ટકા વરસાદ ૫ડવાની શક્યતા રહેલી છે. 


છેલ્લા ૨૪ કલાક રાજ્યમાં થયેલ વરસાદની વાત કરીએ તો, સવારના ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુઘી રાજ્યમાં બે જિલ્લાઓના બે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં ૦૭ મીમી. વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુઘી ૧૪.૪૫ મીમી વરસાદ થયો છે, જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની સરેરાશ ૮૫૦ મીમી.ની સરખામણીએ ૧.૭૦ ટકા છે.