છોટાઉદેપુર: બોડેલીના મોરખલા પાસે નર્મદા મુખ્ય કેનાલના સર્વિસ રોડ ઉપર અકસ્માતમાં બે બાળકોના મોત થયા છે. રોડ ઉપર લાગેલ એંગલ સાથે તુફાન ગાડી અથડાતા અકસ્માત સર્જાયો હતો. તુફાન ગાડી ઉપર બેઠેલા બે બાળકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મધ્યપ્રદેશના જોબટ અને કુક્ષી તાલુકાના શ્રમિકો કાઠિયાવાડમાં મજૂરી અર્થે જતાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તુફાન ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. બન્ને બાળકોની ઉંમર 13 વર્ષની હતી. એકનું નામ અનિલ કલમસિંહ સિંગડિયા અને બીજાનું નામ રમેશ ભૂરાભાઈ પલાસિયા છે.
સુરતના સચિન વિસ્તારમાં 22 વર્ષના યુવકની ઘાતકી હત્યા
સુરતમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. શહેરના સચિન વિસ્તારની હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. 22 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા ઇસમો દ્વારા યુવકને ચાકુના ઘા મારી હત્યા કરી હતી. ઘટનાની જાણ થતા સચીન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવકનું નામ અક્રમ વસીમ હાસ્મી છે. જૂની અદાવતમાં હત્યા થઈ હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરતમાં પિતાએ ખેલ્યો ખુની ખેલ
સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતા દ્વારા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હુમલો છે. પિતાએ કરેલા હુમલામાં પુત્રીનું થયું છે. પિતાએ 17થી વધુ ઘા મારી પુત્રીની હત્યા કરી નાખી છે. આ ઘટના સુરતના કડોદરા સત્યમ નગર ખાતે બની છે. પિતાએ પરિવારના પાંચ સભ્યો પર હુમલો કર્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ટેરેસ પર સુવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો. જે બાદ આવેશમાં આવીને દીકરી,ત્રણ દીકરા અને પત્ની પર હુમલો કર્યો હતો. મોટા છરા વડે આધેડે ઘરના સભ્યો પર હુમલો કર્યો હતો. માતાને બચાવવા જતા દીકરી મોતને ભેટી હતી. દીકરીના મોઢા અને હાથ પર 17 જેટલા ઘા મારવામાં આવ્યા હતા. હાલમાં બે દીકરા અને પત્ની સારવાર હેઠળ છે. કડોદરા પોલીસે પિતા રામાનુજ સાહુને ડિટેન કર્યો છે. દીકરી ચંદા સાહુનું મોત નિપજ્યું છે.
સુરતમાં વધુ એક બાળકી પિંખાઈ
સુરત શહેરના વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર નંદનવન ટુની બાજુમાં નવી બંધાતી બિલ્ડીંગમાં કામ કરતા 12 વર્ષની દીકરી પર ત્યાં જ કામ કરતા વિધર્મી યુવકે નજર બગાડી હતી. બાર વર્ષની કિશોરીને લલચાવી ફોસલાવી તેvs ત્યાંથી ભગાડી જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી બનાવને પગલે કિશોરીના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિધર્મી યુવક સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.