ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં કાલે માવઠુ થઈ શકે છે. અમદાવાદમાં બુધવારથી ઠંડી વધી શકે છે. ગાંધીનગરમાં 12 અને અમદાવાદમાં નોંધાયુ 13.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. હવામાન વિભાગે 28મીથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થશે તથા ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તેમજ 48 કલાક સુધી વરસાદી સિસ્ટમની અસર રહેશે.


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, મોડાસા, મહિસાગર, દાહોદ, પાટણ સહિતના વિસ્તારોમાં બે દિવસ કમોસમી વરસાદ પડી શકે છે. તો પોરબંદર, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે માવઠાની આગાહી કરી છે. જો કે ૨૯ ડિસેમ્બરથી ફરીથી ઠંડીનું જોર વધશે.વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદ બાદ મંગળવારથી ફરીથી ઠંડીનો ચમકારો શરૂ થઈ શકે છે અને ત્રણથી ચાર ડિગ્રી તાપમાન ઘટશે. બાદમાં ફરીથી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે.


રાજ્યમાં ફરી ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિ થાય તેવા એંધાણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના ઉત્તર ગુજરાત ના કેટલાક ભાગોમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી કચ્છ મોડાસા મહિસાગર દાહોદ પાટણ સહિતના ભાગોમાં બે દિવસ કમોસમી માવઠું પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો પોરબંદર અમરેલી રાજકોટ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ૨૭ અને ૨૮ ડિસેમ્બરે કમોસમી માવઠાની આગાહી હવામાન દ્વારા આપવામાં આવી છે. ૨૯ ડિસેમ્બરે ઠંડીનું જોર રાજ્યમાં વચ્ચે અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં અનેક વિસ્તારમાં ધુમ્મસભર્યા વાતાવરણમાં વચ્ચે ગાત્રો થીજવતી ઠંડી પણ પડી શકે છે .


આ પણ વાંચો........ 


હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે


Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા


SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે


Bank of Baroda Recruitment 2021: બેંક ઓફ બરોડામાં અરજી કરવા માટે માત્ર બે દિવસ બાકી છે, પરીક્ષા અને ખાલી જગ્યાની વિગતો જુઓ