સુરતઃ ગુજરાતમાં લેઉઆ પાટીદારોનાં કુળદેવી ખોડિયાર માતાના સૌથી મોટા મંદિર ખોડલધામ ખાતે પાટોત્સવની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ખોડલધામમાં યોજાનારો આ કાર્યક્રમ ખૂબ જ મહત્વનો છે. આ કાર્યક્રમ માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે.


નરેશ પટેલે સુરતમાં અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપીને લેઉવા પટેલોને મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રિત કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, કામ-ધંધો એક દિવસ માટે બંધ કરવો હોય તો બંધ કરી દેજો પણ ખોડલધામના આ કાર્યક્રમમાં ચોક્કસ હાજર રહેજો.


ખોડલધામના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પણ હાજર રહેશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં લેઉઆ પાટીદારોનો મોટો કાર્યક્રમ હોવાથી રાજકીય આગેવાનો આ તક નહીં છોડે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં પાટીદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો પ્રયાસો કરી રહ્યા છે. નરેશ પટેલના કાર્યક્રમમાં પણ આ વલણ જોવા મળ્યું. આ કાર્યક્રમોમાં ન કોંગ્રેસ અને આપના નેતાઓએ મોટી સંખ્યામાં હાજરી પણ આપી હતી. નરેશ પટેલની મુલાકાત પણ ઘણા નેતાએ લીધા છે.


જો કે અત્યાર સુધી ભાજપના નેતા નરેશ પટેલના કાર્યક્રમથી અલિપ્ત રહ્યા છે.  ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા નરેશ પટેલને મળવા નથી આવ્યો કે તેમના કાર્યક્રમમાં હાજર રહ્યો નથી. રવિવારે રાત્રે અવસર ફાર્મમાં યોજાયેલા કાર્યક્રમમાં પણ ભાજપનો એક પણ નેતા હાજર નહોતો.


આ કાર્યક્રમમાં સુરત શહેરના કોંગ્રેસના નેતાઓ અને આપના નેતાઓની હાજરી નોંધનીય રીતે દેખાઈ હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા પાટીદાર હોવાના નાતે પણ હાજર ન હતો. ભાજપન નેતા નરેશ પટેલથી અંતર રાખવા માંગતા હોય એવું લાગી રહ્યું છે. 


 


આ પણ વાંચો........ 


હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે


Booster Dose: કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝને લઈને આવ્યા આ મોટા સમાચાર, જાણો બીજા ડોઝ પછી કેટલો ગેપ હશે


Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા


SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે


Bank of Baroda Recruitment 2021: બેંક ઓફ બરોડામાં અરજી કરવા માટે માત્ર બે દિવસ બાકી છે, પરીક્ષા અને ખાલી જગ્યાની વિગતો જુઓ