અમદાવાદ:  પવનની દિશા બદલાતા બે દિવસ કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે.  અમદાવાદમાં યલો એલર્ટ યથાવત છે.  પાંચ દિવસ બાદ  તાપમાનનો પારો ઉંચકાશે.  રાજ્યમાં ગરમીથી લોકોને રાહત મળશે.  આગામી 2 દિવસ ગરમીથી લોકોને રાહત મળશે.  અમદાવાદમાં 3 દિવસ  યલો એલર્ટ યથાવત રહેશે.  પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે. રાજ્યમાં ભેજવાળું વાતારણ આગામી 2 દિવસ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  આગામી પાંચ દિવસ બાદ તાપમાન વધી શકે છે. 


આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં  2થી 4 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી.  પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં 19 એપ્રિલ સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. 17મી દરમિયાન ગુજરાત અને રાજસ્થાનનાં વિવિધ વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી શકે છે.


કેંદ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંઘિયાના હસ્તે કેશોદ એરપોર્ટનું ઉદ્ધાટન


જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આવેલા એરપોર્ટનુ આજે કેન્દ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા  અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.  આજથી કેશોદ મુંબઈ વચ્ચેની વિમાની સેવાનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે પ્રારંભમાં સપ્તાહના ત્રણ દિવસ રવિ, બુધ અને શુક્રવારે વિમાની સેવા કાર્યરત રહેશે. 


72 સીટર વિમાની સેવા શરૂ થવાથી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે. આ તકે કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે આગામી દિવસોમાં કેશોદથી અમદાવાદને જોડતી વિમાની સેવા પણ શરૂ કરવામા આવશે. આ ઉપરાંત તેઓ ગુજરાતના જમાઈ હોવાનું જણાવી માહોલને વધુ હળવો બનાવ્યો હતો.  આ તકે સૌરાષ્ટ્ર અનેક રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.  સોમનાથ મંદિર સાથે તેમના દાદાનો સંબંધ હોવાનું પણ કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું હતું.  


મહત્વનુ છે કે કેશોદ એરપોર્ટે પરથી જૂનાગઢના નવાબ વિમાન માર્ગે પાકિસ્તાન રવાના થયાં હતાં.  વર્ષ  2000 થી કેશોદ એરપોર્ટે પ્રવાસીઓ માટે બંધ હાલતમાં હતું, જે આજ શરૂ થવાથી સોરઠ પંથક માટે અતિ મહત્વની બાબત માનવામાં આવી રહી છે.