અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરીયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યમાં જામનગરમાં ઓમિક્રોન વાયરસના સંક્રમણના એક કેસ નોંધાયા હતા. હવે જામનગરમાં વધુ બે ઓમિક્રોન પોઝિટીવ દર્દીઓ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.


સત્તાવાર રીતે અપાયેલી માહિતી પ્રમાણે જામનગરમાં બહારથી આવેલા જે વૃદ્ધ દર્દીનો અગાઉ ઓમિક્રોન વેરીયેન્ટ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો તેમના  સંપર્કમાં આવેલા બે વ્યક્તિના સેમ્પવ લેવાયા હતા અને પૂણે ખાતે મોકલવામાં આવ્યા હતા.  ગાંધીનગરથી સેમ્પલ ચકાસણીમાં ઓમિક્રોન વેરીયટ્ન હોવાનું બહાર આવ્યું છે. જામનગરનવા નાયબ મ્યુ કમિશ્નર એ કે વસ્તાનીએ આ જાહેરાત કરી છે.


નોંધનીય છે કે રાજ્યમાં ઓમિક્રોનનો  પ્રથમ કેસ પણ જામનગરમાં જ નોંધાયો હતો. જામનગરના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધ  આફ્રિકાથી પરત ફર્યાં હતા. જેનો કોરોના રિપોર્ટ કરતા પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે.જે પોઝિટિવિ આવતાં ગુજરાતમાં પ્રથમ ઓમિક્રોનનો કેસની પુષ્ટી થઇ હતી. હવે તેમના પરિવારની 2 મહિલાના કોવિડના કેસ પોઝિટિવ આવતા ઓમિક્રોન હોવાની ચિંતા સતાવી રહી છે. ઓમિક્રોનની આશંકાએ કોરોનાના નવા ખતરનાક ઓમિક્રોન વેરિએન્ટના શિકાર બન્યા પછી તેઓને જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં કોવિડ પરિસરમાં અલગથી સારવાર અપાઈ રહી છે.


જણાવી દઈએ કે દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના 23 કેસ છે અને અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 10 કેસ છે, ત્યારબાદ રાજસ્થાનમાં નવ કેસ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એવા 100 થી વધુ દેશો છે જે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ભારત સરકાર દ્વારા જારી કરાયેલ રસીના પ્રમાણપત્રો સ્વીકારી રહ્યા છે. 


દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 131 કરોડથી વધુ ડોઝ એન્ટી-કોરોનાવાયરસ રસીઓ આપવામાં આવ્યા છે. ગઈકાલે 74 લાખ 57 હજાર 970 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 131 કરોડ 18 લાખ 87 હજાર 257 ડોઝ આપવામાં આવ્યા છે.