થાન તાલુકાના અભેપર ગામની ૩૯ વર્ષની મહિલા અને થાન શહેરમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને કોરોના પોઝિટિવ આવ્યો છે. બંને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈ અને અમદાવાદની હોવાનું બહાર આવ્યું છે. દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જીલ્લામાં કોરાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૨૪ ઉપર પહોંચી છે.
નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પહેલો કેસ થાનમાં નોંધાયો હતો. જોકે, આ દર્દીએ કોરોનાને મ્હાત આપતાં જિલ્લો કોરોનામુક્ત બન્યો હતો. જોકે, આ પછી સુરેન્દ્રનગરમાં કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે. તેમજ થાનમાં પણ ફરીથી બે કેસ નોંધાયા છે.