સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં આજે વધુ બે કોરોનાના કેસ નોંધાયા છે. લીંબડી શહેરમાં રહેતા ૩૨ વર્ષીય એલસીબી પોલીસ કર્મચારી અને પાટડી ખાતે રહેતા ૮૧ વર્ષીય વૃધ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. બંને કોરોના પોઝિટિવ દર્દીને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 59એ પહોંચ્યો છે.


ગઈ કાલે સાંજે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પણ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. વઢવાણ ૮૦ ફૂટ રોડ પર રહેતા ૭૯ વર્ષના વૃધ્ધ મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં મહિલા દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી બહારગામની હોવાનું બહાર આવ્યું છે.

સુરેન્દ્રનગરની વાત કરીએ તો ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 31 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે કુલ બે લોકોના કોરોનાથી મોત થયા છે. તેમજ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધી 23 એક્ટિવ કેસ હતા. જેમાં વધુ ત્રણ કેસ ઉમેરાયા છે.