પાટણઃ પાટણ એસપી કચેરી ખાતે હારીજના પરિવારે ઝેર પીવા મુદ્દે આજે સારવાર લઈ રહેલા વધુ બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. પરિવારના પાંચ સભ્યોએ એસપી કચેરીએ ઝેર પીને સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તમામની વધુ સ્થિતિ બગડતા અમદાવાદ સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેમાં ગઈકાલે પુત્રીનુ અને આજે સારવાર દરમિયાન રેવાભાઈ પરમાર અને તેમના પુત્રનું મૃત્યુ થયુ હતું. સમગ્ર ઘટનામાં અત્યાર સુધી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો. હજુ પણ બે દીકરીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. હારીજના ખાખલ ગામે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો.


નોંધનીય છે કે પાટણ એસપી કચેરી ખાતે થોડા દિવસ પહેલા એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેર પી લેતા ખળભળાટ મચી ગયો હતો. પાંચેય સભ્યોને ધારપુર હોસ્પિટલથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. રેવાભાઈ પરમાર સહિત પાંચેય પરિવારના સભ્યોને તાત્કાલિક વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે. 


એક જ પરિવારના ત્રણ સભ્યોની હાલત નાજુક બનતા પાટણ પોલીસની ચિંતા વધી છે. હારીજ તાલુકાનાં ખાખલ ગામનાં દલિત પરિવારે પાટણ એસપી કચરી ખાતે સામુહીક ઝેર પીધું હતું. રેવાભાઈ પરમારની બે દીકરી તેમજ એક દિકરાની હાલત અતિ ગંભીર છે. ત્રણેયને તાત્કાલિક અમદાવાદ ખસેડાયા છે. 


ગત રોજ રેવાભાઈના પરિવારે હારીજ પીએસઆઈ એસ.આર ચૌધરી ઉપર લગાવ્યા હતા .પરિવારને ધમકાવવાના તેમજ સહીઓ કરાવવાના આરોપ લગાવ્યા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોની હાલત નાજુક બનતા પાટણ પોલીસની ચિંતા વધી છે. 


Omicron threat : UKથી અમદાવાદ એરપોર્ટ પર આવેલો મુસાફરો સંક્રમિત મળતાં તંત્ર થયું દોડતું, જાણો શું લીધા પગલા?


Rahul Gandhi એ કહ્યુ- ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર આપે મોદી સરકાર


Omicron Variant: શું ઓમિક્રોન વેરિઅન્ટથી આવશે કોરોનાની ત્રીજી લહેર ? જાણો સ્વાસ્થ્ય મંત્રાલયનો જવાબ


Surat : વિદ્યાર્થી સહિત પરિવારના 3 સભ્યોને લાગ્યો કોરોનાનો ચેપ, આખી સોસાસટી મૂકાઈ કન્ટેન્ટમેન્ટમાં