સુરત: રાંદેર તાડવાડીની શ્રીનાથ સોસાયટીમાં 17 વર્ષિય પુત્ર સહિત માતા-પિતાને કોરોના લાગતાં તંત્ર દોડતું થઈ ગયું છે. આખી સોસાયટી કન્ટેઇન્મેન્ટમાં મુકાઈ છે. નવા 7 કેસમાંથી 20થી ઓછી વયના 3 લોકો છે. પોઝિટિવ આવેલો 17 વર્ષિય તરુણ અમરોલીની સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. જેથી અન્ય વિદ્યાર્થીઓનું માસ ટેસ્ટિંગ કરવામાં આવશે. ​​​​​​​પોઝિટિવ આવેલા દંપતીએ રસીના બંને ડોઝ લીધા હતા.


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 45  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 45 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,203 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 3,90,154 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  અમદાવાદ કોર્પોરેશનમાં 15,  સુરત કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશન 5, આણંદ 3, વડોદરા 3, નવસારી 2,  રાજકોટ  કોર્પોરેશનમાં 2, વલસાડ 2,  ભાવનગર  કોર્પોરેશનમાં 1,  ગાંધીનગર  કોર્પોરેશનમાં 1,  જામનગર કોર્પોરેશન 1, ખેડા 1, મહેસાણા 1, પોરબંદર  1 અને સુરતમાં  1 કોરોનાનો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 318   કેસ છે. જે પૈકી 08 વેન્ટીલેટર પર છે, જ્યારે 310 નાગરિકો સ્ટેબલ છે. 8,17,203  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10094 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 



બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 17 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1479 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 9597 નાગરિકોને રસીનો પ્રથમ અને 93860 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 31567 નાગરિકોને રસીનો પ્રથમ અને 253634 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,90,154 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,22,93,857 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 



અમદાવાદ, અમરેલી, અરવલ્લી,  બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર,ગીર સોમનાથ, જામનગર,   જૂનાગઢ,  જૂનાગઢ કોર્પોરેશન,   કચ્છ,  મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ,રાજકોટ,    સાબરકાંઠા,    સુરેન્દ્રનગર અને તાપીમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.