આણંદ જિલ્લામાં બે લાંચિયા અધિકારીઓ લાંચ લેતા ઝડપાઈ ગયા છે. આંકલાવ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર દિગ્વિજય જાડેજા લાંચ લેતા ઝડપાયા છે. બીજી તરફ આણંદ જિલ્લાના તારાપુર mgvclના ડેપ્યુટી એન્જિનિયર પણ 60 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. આણંદ LCBએ એક જ દિવસમાં બે લાંચિયા અધિકારીને કાયદેસરની કાર્યવાહી કરી ઝડપી પાડ્યા છે. હાલ બંને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. 


છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એસીબી દ્વારા લાંચ લેતા અધિકારીઓ પર રેડ પાડવામાં આવી રહી છે. દરરોજ રાજ્યમાંથી કોઈને કોઈ જિલ્લામાંથી લાંચ લેતા અધિકારીઓ એસીબીની ઝપટે ચડે છે.  


ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રી થતા  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક, જાણો શું અપાયા આદેશ ?


ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે.  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.   મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આરોગ્ય વિભાગને કડક સૂચનો આપ્યા છે. રાજ્યમાં ટેસ્ટિંગ સઘન બનાવવા સૂચના આપી છે. સંક્રમિત વ્યક્તિના પરિવાર અને તે વિસ્તારમાં સઘન ચેકીંગની સૂચના આપી છે. 



રાજ્યમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિએન્ટ સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી. જામનગરમાં નવા વેરિઅન્ટનો કેસ નોંધાયો છે.  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી  હર્ષ સંઘવી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. મુખ્યમંત્રીએ ભારત સરકાર દ્વારા ઓમીક્રોન વેરિએન્ટ સંદર્ભે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન્સનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાની સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.


આ સૂચનાઓના પાલનમાં સતર્કતા રાખીને કોઈ બાંધછોડ  નહિ કરવા તાકીદ કરી હતી.   ગુજરાતમાં ૩-T: ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસમાં ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આ નવા વેરિઅંટ સંદર્ભમાં પણ સૌ નાગરિકોને સતર્કતા અને સાવચેતી રાખવાનો ખાસ આગ્રહ કરતા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝેશનનો ઉપયોગ પૂર્ણપણે કરવાની અપીલ પણ કરી  છે.  આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.