ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતા સરકારની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં ઓમિક્રોન વાયરસની એન્ટ્રી થઈ છે. જામનગરના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી દર્દી આવ્યો હતો. કોરોનાના નવા વેરિએન્ટ એમિક્રોનની એન્ટ્રી થતાં તંત્ર દોડતું થઈ ગયું છે.


ગુજરાતમાં ઓમીક્રોનની એન્ટ્રી મુદ્દે જીતુ વાઘણીએ મોટું નિવેદન આપ્યું છે.  જીતુ વાઘાણીએ કહ્યું ભગવાનને પ્રાર્થના કરું છું કે જેવો સમય જોયો છે એવો સમય ના આવે.  રાજ્ય અને કેન્દ્ર સરકાર ચિંતિત છે.  સરકાર સતર્ક છે નવા વાયરસને લઈને.  આરોગ્ય સચિવે એરપોર્ટ પર મુલાકાત કરી છે,  બધી જગ્યાએ ટેસ્ટિંગ કોરન્ટાઇનની વ્યવસ્થા કરાઈ છે.   ડરવાની નહીં પણ લડવાની જરૂર છે.  



જીતુ વાઘાણીએ કહ્યું,  આગામી દિવસોમા  વાઇબ્રન્ટ સમિટ મુદ્દે નિર્ણય કરીશું.   કાઇટ ફેસ્ટિવલ અંગે પણ આગામી દિવસોમાં નિર્ણય કરાશે.  સાયન્સ સિટીની મુલાકાત બાદ શિક્ષણ મંત્રી જીતુ વઘણીએ આ નિવેદન આપ્યું છે. તેમણે વધુમાં કહ્યું  જામનગરના કેસને લઇને ગુજરાતીઓ  સાવચેતી રાખે.


જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિ આવ્યો છે. હાલ તો દર્દીને આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે તેમજ તેમના કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં કોરોનાનો નવો વેરિયન્ટ આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. જોકે, દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોઝિટિવ દર્દી જ્યાં રહેતા હતા ત્યાં સર્વેલન્સની ટીમ મોકલી દેવામાં આવી છે. 



આજે જામનગરમાં નોંધાયેલ દર્દી ઓમિક્રોન વેરિયન્ટ પોઝિટિવ જાહેર થયા છે. જી જી હોસ્પિટલમાં પોઝિટિવ જાહેર થયેલ દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા હતા. આ દર્દી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીના પગલે આરોગ્ય તંત્ર સહીત શહેરમાં લોકોની ચિંતા વધી છે.


દરિયાઈ માર્ગે ગુજરાત આવતા લોકોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે.  કંડલા અને મુંદ્રા પોર્ટ પર વિદેશીઓ અને જહાજના ક્રૂ મેમ્બરના ટેસ્ટ કરવા કચ્છ પ્રશાસને  સૂચના આપી છે.