આણંદ: લીમડાપુરા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. અજાણ્યા ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતા બે લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ ગોજારા અકસ્માતમાં બાઈક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે જ્યારે બાળકનો આબાદ બચાવ થયો છે. બાળકે માતા પિતા ગુમાવ્યા છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં બંન્ને મૃતકોને પોસ્ટમાર્ટમ માટે ખાસેડાયા છે અને પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.
દાહોદમાં હિટ એન્ડ રનની ઘટનામાં પુત્રનું મોત, પિતાની હાલત ગંભીરદાહોદ: હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત થયું છે. દાહોદ જેકોટ નજીક આ ઘટના બની હતી. જેકોટ હાઇવે પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતા. બાઇક પર સવાર પિતા પુત્રમાથી પુત્રનું મોત થયું છે જ્યારે પિતા સારવાર હેઠળ છે. 108ની મદદથી પિતાને હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પુત્રના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છે.
ગુજરાતમાં અનેક જગ્યાએ સીબીઆઈએ દરોડા પાડતા ફફડાટ, કરોડો રૂપિયાનો છે મામલો
CBI Raids in Gujarat: ગુજરાતમાં અનેક જગ્યાએ સીબીઆઈએ દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. વડોદરા, ડીસા, અને ગાંધીધામમાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે. ચાર કંપની સંચાલકોના ઘરે સર્ચ કરવામાં આવ્યું છે. તેમાં સરકારને 52.80 કરોડનો ચૂનો ચોપડવાનો ગુનો નોંધાયો છે. કેસ કુસુમ ટ્રેડર્સ, શરદ એગ્રો ટ્રેડર, મેસર્સ જય ભવાની ઓનલાઇન ટ્રાન્સપોર્ટ તથા મેસર્સ સ્વસ્તિક કૉટિંગ સર્વિસિસના માલિકો પર સીબીઆઇએ સકંજો કસ્યો છે. કૌભાંડ ઢાંકવા માટે ડીલરો દ્વારા ઔદ્યોગિક મીઠાની બનાવટી ખરીદી કરી તે અન્ય રીતે દર્શાવાયો હતો. હાલમાં ખાનગી કંપનીના ડાયરેક્ટર અને પ્રમોટર સહિત 15 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાયો છે.
વડોદરાના કુસુમ ટ્રેડર્ષ ના નીતિન શાહ સામે થઈ રહી છે કાર્યવાહી15 જૂન ના રોજ ગુજરાત રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ ખાનગી કંપનીઓને તેના ડિરેક્ટરો, માલિકો, ભાગીદારો અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ સરકારને 52.80 કરોડનું નુકસાન પહોંચાડવાનો સીબીઆઈમાં ગુનો નોંધાયો છે. આ અગાઉ સીબીઆઈ દ્વારા તપાસમાં બહાર આવ્યું હતું કે પ્રતિબંધિત વસ્તુ કે જે ભારત સરકારની પૂર્વ પરવાનગી સાથે જ નિકાસ કરી શકાય છે વિદેશમાં વેચાયેલ ફેલ્ડસ્પર પાવડરની આડમાં નિકાસ કરવામાં આવી હતી. ટ્રાન્જેક્શન કરો ઢાંકવા માટે ડીલરો દ્વારા ઔદ્યોગિક મીઠાની બનાવતી ખરીદી કથિત રીતે દર્શાવાઈ હતી. આરોપીઓએ 2007થી 2009 ના સમયગાળા દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઇઝ એન્ડ કસ્ટમ અને મેસર્સ ઇન્ડિયન ફોટા લિમિટેડ વગેરેના અજાણ્યા અધિકારીઓ સહિત અન્ય લોકો સાથે મળી યંત્રમાં 24003 મેટ્રિક ટનની ખરીદી અને નિકાસ કરવામાં કપટપૂર્વક મદદ કરી હતી