સુરેન્દ્રનગર: ચોટીલા હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ટ્રકની અડફેટે બે વ્યકિતના ઘટના સ્થળે જ મોત નિપજયા છે. પેટ્રોલપંપ પાસે બંધ હાલતમાં ઉભેલ ટ્રક અચાનક ઢાળમાં ચાલવા લાગતા મામલતદાર કચેરીની દીવાલ સાથે અથડાતા દુર્ઘટના ઘટી હતી. મામલતદાર કચેરી પાસે ઉભેલ અન્ય બે પરપ્રાંતીય ટ્રક ચાલક ટ્રકની અડફેટે આવી જતા મોતને ભેટ્યા હતા. પ્રાથમિક તપાસમાં ટ્રકમાં સેલ્ફની ખામી હોય ટ્રક બંધ હાલતમાં ઊભો હોય તે દરમિયાન અચાનક ચાલી પડતાં આ બનાવ બન્યો હતો. 


પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોના પુસ્પેન્દ્રસિંહ બુનેરા અને વીરેન્દ્રસિંહ બુનેરા છે અને તેઓ બન્ને  રાજસ્થાનના રહેવાસી હતી. આમ ડ્રાઈવરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો. કારણે કે, ડ્રાઈવર રોડ ઉપર પર હેંડ બ્રેક માર્યા વગરનું ડમ્પર ઉભું મુકીને જતો રહ્યો હતો.  ઢાળ હોવાથી રડતું રડતું આવીને અકસ્માત સર્જાયો હતો. બન્ને  ભાઈના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.


ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું


 ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું છે.  અમદાવાદમાં  જાણે આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે.   આજે રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું છે.  અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે.   કંડલા,  સુરેન્દ્રનગર, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  રાજ્યના કુલ 13 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.  જો કે  રાહતની વાત એ છે કે  આગામી પાંચ દિવસ તાપમાનનો પારો નીચે જશે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે. 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની દિશા બદલાતા તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઘટશે. અમદાવાદમાં આજે એક જ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.  આવતીકાલથી બે દિવસ યલો એલર્ટ અપાયું છે.  ગરમીનો પારો રાજ્યમાં સતત  વધી રહ્યો છે.           


બીજી તરફ હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના મતે પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે. રાજ્યમાં 44 ડિગ્રી તાપમાન રહી શકે છે. ગત રોજ રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 44.7 તાપમાન નોંધાયું હતું. ગત રોજ કંડલા અને દિવમાં હિટવેવ જોવા મળી હતી. અમદાવાદમાં આજે એક દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાદમાં બે દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે.