ભાવનગરઃ શહેરના એરપોર્ટ રોડ પર ચાલુ બાઇકે જ છરીના ઘા મારી યુવકની હત્યા કરી નાંખતા સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જિલ્લાના રૂવાગામના યુવકને બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ ચાલું બાઇકે જ છરીના ઘા મારી રહેંશી નાંખ્યો હતો. પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રૂવા ગામે રહેતા અને કડીયા કામ કરતા જીતેશભાઈ બીજલભાઈ ડાભી (ઉ.વ.28) નામનો યુવાન આજે બપોરે 12 વાગ્યાની આસપાસ પોતાનું બાઇક લઈને બાલા હનુમાનજી મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો જીજ્ઞેશને ગળા પર છરીના ઘા ઝીંકી નાસી છુટ્યા હતા. છરીના ઘા વાગતા જીજ્ઞેશ બાઈક પરથી નીચે પટકાયો હતો. આ ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા અને તરત જ જ 108ને બોલાવી ઈજાગ્રસ્ત જીજ્ઞેશને સર.ટી. હોસ્પિટલ ખસેડ્યો હતો.
હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા તુરંતજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લોકોની પુછપરછ સાથે હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે લાશને પી.એમ અર્થે મોકલી આપી હતી. જૂની અદાવતના કારણે હત્યા થઈ હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. જોકે, તપાસ પછી સત્ય હકિકત સામે આવશે.
ભાવનગરઃ ચાલુ બાઇકે યુવકને છરીના ઘા મારીને બે અજાણ્યા શખ્સોએ કરી નાંખી હત્યા, શું છે કારણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Dec 2020 03:32 PM (IST)
રૂવા ગામે રહેતા અને કડીયા કામ કરતા જીતેશભાઈ બીજલભાઈ ડાભી (ઉ.વ.28) નામનો યુવાન આજે બપોરે 12 વાગ્યાની આસપાસ પોતાનું બાઇક લઈને બાલા હનુમાનજી મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો જીજ્ઞેશને ગળા પર છરીના ઘા ઝીંકી નાસી છુટ્યા હતા.
તસવીરઃ આજે બપોરે 12 વાગ્યાની આસપાસ પોતાનું બાઇક લઈને બાલા હનુમાનજી મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો જીજ્ઞેશને ગળા પર છરીના ઘા ઝીંકી નાસી છુટ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -