નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા ગયેલા બે યુવાનોના ઝરવાણી ધોધમાં ડૂબી જતાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Jul 2019 01:51 PM (IST)
ભરુચના ચાર યુવાનો કાર લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે ગયા હતા. સ્ટેચ્યુ જોયા બાદ ઝરવાણી ધોધ જોવા ગયા હતા. ઝરવાણી ધોધ પર પહોંચીને ધોધ નીચે પાણીમાં નાહ્વા પડ્યા હતા.
નર્મદાઃ ભરુચના બે યુવાનોના નર્મદાના ઝરવાણી ધોધમાં ડૂબી જતાં મોત થયા થયા છે. ભરુચના ચાર યુવાનો કાર લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે ગયા હતા. સ્ટેચ્યુ જોયા બાદ ઝરવાણી ધોધ જોવા ગયા હતા. ઝરવાણી ધોધ પર પહોંચીને ધોધ નીચે પાણીમાં નાહ્વા પડ્યા હતા. જેમાં બે યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. એક કલાકના રેસ્ક્યુ બાદ સ્થાનિક લોકોએ બંનેને બહાર કાઢ્યા હતા. જોકે, બંને યુવકોના મોત થયા છે. ઝરવાણી પ્રવાસન સ્થળ પર યુવાનોના મોતથી શોકની લાગણી ફેલાઇ છે.