ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: એનસીપી સાથેનું ગઠબંધન કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનતું જાય છે. અનેક કાર્યકરોએ વિરોધ કરી રાજીનામાં ધરી દીધા છે.  ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં આવતી કોંગ્રેસની તમામ સમિતિઓએ રાજીનામાં ધરી દીધા છે. સંગઠન, ઉમરેઠ તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ હોદ્દા પરથી રાજીનામાં આપી દેતા ચકચાર મચી ગઈ છે.  આ ઉપરાંત તેમણે 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.


આ અંગે કોંગ્રેસ નેતા ચૌહાણે કહ્યું કે, 12 કલાકમાં ગઠબંધન તોડવામાં નહિ આવે તો અપક્ષ ઉમેદવારી નોંધાવીશું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને 300 જેટલા હોદ્દેદાર અને કાર્યકરોએ રાજીનામા આપ્યા છે. ગોહિલે કહ્યું કે, કેન્દ્રિય નેતૃત્વ સુધી લાગણી પહોંચાડવામાં આવશે. ભૂતકાળમાં એનસીપીએ ગઠબંધનના નિયમનું પાલન કર્યું ન હોવાની રજૂઆત કરવામાં આવી છે.


તો બીજી તરફ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર ગુજરાતમાં પ્રચાર કરવા આવશે તેવી માહિતી સામે આવી રહી છે. NCPએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.  યાદીમાં શરદ પવારના નામનો પણ ઉલ્લેખ છે. પ્રફુલ પટેલ પણ ગુજરાતમાં પ્રચાર કરશે.  પ્રફુલ પટેલ સાંસદ અને જનરલ સેક્રેટરી છે. NCPના રાષ્ટ્રીય નેતાઓ, સાંસદ અને ધારાસભ્યો ગુજરાતમાં પ્રચાર કરશે.


કોંગ્રેસે 42 ધૂરંધરોને ઉતાર્યા ચૂંટણી માટે


ગુજરાત ચૂંટણીને લઈ ઑબ્ઝર્વરની નિમણૂંક કરી છે. તમામ કેન્દ્રીય નેતાઓને જવાબદારી આપવામાં આવી છે. સાઉથ ઝોનની જવાબદારી મુક્લ વાસનિક, સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી મોહન પ્રકાશ સેન્ટ્રલ ઝોનની પૃથ્વીરાડ ચવ્હાણ અને નોર્થ ઝોનની જવાબદારી બી કે હરિપ્રસાદને સોંપાઈ છે.


ઝોનલ ઓબ્ઝર્વર



  • સાઉથ ઝોન(હેડ ક્વાર્ટર સુરત) મુક્લ વાસનિક

  • સૌરાષ્ટ્ર ઝોન(હેડ ક્વાર્ટર રાજકોટ) મોહન પ્રકાશ

  • સેન્ટ્રલ ઝોન (હેડ ક્વાર્ટર બરોડા) પૃથ્વીરાજ ચવાણ

  • નોર્થ ઝોન ((હેડ કવાર્ટર અમદાવાદ) બી કે હરિપ્રસાદ


કાંધલ જાડેજાએ આપ્યું રાજીનામું


એનસીપીના હાલના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એનસીપીમાંથી (NCP) રાજીનામું આપી દીધું છે. કાંધલ જાડેજા 2012માં એનસીપીમાં જોડાયા હતા. એનસીપીએ આ વખતે કાંધલ જાડેજાને કુતિયાણા સીટ પર ટિકિટ ન આપતા નારાજ થઈને તેમણે રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, છેલ્લી 2 ટર્મથી કાંધલ જાડેજા કુતિયાણા બેઠક પરથી એનસીબીના ધારાસભ્ય છે.