Union Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે તેમના કાર્યકાળનું ચોથું બજેટ રજૂ કર્યું. કેન્દ્રીય બજેટ રજૂ કરતા, નાણામંત્રીએ કહ્યું આગામી વર્ષમાં ભારતનો વિકાસ દર 9.27 ટકા રહેવાની ધારણા છે. બજેટ 2022 ભારતના અર્થતંત્ર માટે 75 થી 100 સુધીનો રોડમેપ મૂકે છે.
ગુજરાતની કઈ નદીને કરાશે લિંક
બજેટમાં 5 નદી લિંક્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં દમણગંગા-પિંજલ, તાપી-નર્મદા, ગોદાવરી-કૃષ્ણ, કૃષ્ણા-પેન્નાર અને પેન્નાર-કાવેરી માટેના ડ્રાફ્ટ ડીપીઆરને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. એકવાર લાભાર્થી રાજ્યો વચ્ચે સર્વસંમતિ થઈ જાય પછી કેન્દ્ર અમલીકરણ માટે સમર્થન પૂરું પાડશે તેમ નિર્મલા સીતારમણે જણાવ્યું હતું.
કેન-બેતવા લિંક પ્રોજેક્ટ માટે 44,605 કરોડનું બજેટ
બજેટમાં કેન્દ્ર સરકારે મધ્યપ્રદેશના મહત્વના કેન-બેતવા લિંક પ્રોજેક્ટ માટે બજેટને મંજૂરી આપી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આની જાહેરાત કરી છે. કેન-બેતવા લિંક પ્રોજેક્ટને પહેલા જ મોદી સરકારની મંજૂરી મળી ગઈ હતી, આ યોજના એમપી અને યુપીમાં આવતા બુંદેલખંડ ક્ષેત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બજેટમાં કેન-બેતવા લિંક પ્રોજેક્ટ માટે 44,605 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપવામાં આવી છે. ખેડૂતો અને સ્થાનિક વસ્તીને સિંચાઈ, ખેતી અને આજીવિકાની સુવિધાઓ પૂરી પાડતી ખેડૂતોની 9 લાખ હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ કરવા માટે કેન-બેતવા લિંક લાગુ કરવામાં આવશે.
કેન બેતવા લિંક પ્રોજેક્ટ શું છે?
કેન્દ્ર સરકારે નદીઓને એકબીજા સાથે જોડવા માટે નેશનલ પ્રેસ્પેક્ટ પ્લાન તૈયાર કર્યો હતો. કેન બેતવા લિંક પ્રોજેક્ટ આ યોજના હેઠળનો પ્રથમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હેઠળ કેન નદીનું પાણી બેતવા નદીમાં ટ્રાન્સફર કરવામાં આવશે. બંને નદીઓને જોડવા માટે 221 કિલોમીટર લાંબી કેન બેટવા લિંક કેનાલ બનાવવામાં આવશે, તેમાં એક કિલોમીટર લાંબી ટનલ પણ બનાવવામાં આવશે. માર્ચ 2021 માં, કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલય અને મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સરકાર વચ્ચે કેન બેટવા લિંક પ્રોજેક્ટ માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Union Budget 2022: બજેટમાં વિદેશ જતાં લોકો માટે શું થઈ મોટી જાહેરાત ?