Lok Sabha Elections 2024: ભરૂચ લોકસભા બેઠક પર મનસુખ વસાવાના સમર્થનમાં વિજય સંકલ્પ સભાનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. ભરૂચની વિજય સંકલ્પ સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, મનસુખભાઈને ત્યાં કોઈ સભા કરવાની જરૂર જ નથી. મનસુખભાઈ દરેક ગામમાં પહોંચ્યા છે.


 






મનસુખભાઈનો સારો પ્રચાર કરી શકે તો તે મનસુખભાઈ જ કરી શકે. કંઈક આડુંઅવળું કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે. અર્બન નકસલ આવશે તો બધું ખેદાન - મેદાન કરી નાખશે. આમ નામ લીધા વગર ચૈતર વસાવાને અર્બન નક્સલ ગણાવ્યા હતા. આદિવાસી ભાઈઓ - બહોનો સમજો સૌથી વધુ ફાયદો તમને થયો છે. કોંગ્રેસ આદિવાસી વિરોધી અને આપ આદિવાસીઓનું શોષણ કરનારી પાર્ટી છે.


કોંગ્રેસ અને આપ સાથે મળીને ચૂંટણી લડવા નીકળ્યા છે. નરેન્દ્રભાઈએ પહેલી વખત આદિવાસી દીકરીને મહામહિમ રાષ્ટ્રપતિ બનાવી સન્માન કર્યું. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી કોઈને ખબર ન્હોતી સિકલસેલ નામનો રોગ છે.  કોંગ્રેસને પૂછવા માગું છું 10 વર્ષમાં માત્ર 28 હજાર કરોડનું બજેટ હતું. નરેન્દ્રભાઈએ અનેક ગણું બજેટ વધારી આપ્યું. 40 હાજર ટ્રાયબલ શિક્ષકોની ભરતી કરી છે.


રૂ. 75 હજાર કરોડ આદિવાસીઓના વિકાસ માટે નવા આપ્યા છે. કોંગ્રેસ ખોટું બોલનારી અને આપ ખોટાની સરદાર જેવી પાર્ટી છે. બંને જુઠ્ઠાઓ ભરૂચમાં ચૂંટણી લડવા એક થયા છે. ભાજપ 400 પર જશે તો અનામત ખતમ કરશે તેવું જુઠ્ઠાણું ફેલાવે છે. નરેન્દ્ર મોદી એસટી અને એસસીના અનામતને હાથ લગાડશે નહિ અને લગાવવા પણ નહિ દે. હું નરેન્દ્ર મોદી વતી ગેરંટી આપુ છું, કોઈની અનામત ખતમ તો દૂર ઓછી પણ નહિ થાય. નરેન્દ્ર મોદી આદિવાસીઓના મિત્ર છે.


કોંગ્રેસ અને આપ જુઠ્ઠાઓના સરદાર છે. કોંગ્રેસ 70 - 70 વર્ષ સુધી 370ની કલમને છોકરાની જેમ ખોળામાં રમાડી. મતની રાજનીતિના કારણે 370ની કલમ સાચવી. અનામત ધર્મના આધારે ના હોય શકે. બે જુઠ્ઠાઓ ભેગા થયા છે તેમને પૂછો ભરૂચના વિકાસમાં શું યોગદાન આપ્યું. મનસુખભાઈ વર્ષોથી સાંસદ સભ્ય છે. મનસુખભાઈ ચિપકું ટાઇપના માણસ છે, આ વખતે પણ જીતી જશે. આટલા વર્ષોમાં અસંખ્ય કામ કર્યા પણ તેમને બોલતા નથી આવડતું, કંઈ બોલતા જ નથી. 70 વર્ષથી વધુના દરેક નાગરિકને દવાનો ખર્ચ માફ કરીશું.


આવનારા 5 વર્ષમાં એકપણ આદિવાસી ઘર વગરના નહિ રહે. બાબર તોડીને ગયો હતો, 70 વર્ષથી કોંગ્રેસ રામ મંદિરનો મુદ્દો લટકાવ્યો હતો. કોંગ્રેસને આમંત્રણ આપ્યું પણ વોટબેંકની બીક લાગી એટલે ના ગયા. જે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠામાં ના ગયા તની સાથે ભરૂચવાળા રહેવાય ? હું ચૈતર વસાવાને ઓળખું છું એટલે ખાસ અહી આવ્યો છું. નહિ સમજો તો ફરી ખંડણી શરૂ થઈ જશે. મનસુખભાઈને આપેલો એક એક મત નરેન્દ્રભાઇને પ્રધાનમંત્રી બનાવશે. ગુજરાતની બાકીની 25 બેઠકો નરેન્દ્રભાઇને ભેટ આપવાની છે.