પાટણ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શનિવારે એટલે કે આવતી કાલે પાટણની મુલાકાતે છે. PM નરેન્દ્રમોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણના અવસરે "સંપર્ક થી સમર્થન " અભિયાન ચાલી રહ્યું છે જે  અંતર્ગત અમિત શાહ આવતી કાલે પાટણની  મુલાકાતે લેશે.
અમિત શાહ સિદ્ધપુર ગોવર્ધન પાર્ક ખાતે આવતી કાલે જાહેર સભાં સંબોધશે, કાર્યક્રમમાં પાટણ લોકસભા વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ, ભાજપ તાલુકા જિલ્લા પ્રમુખો,વિવિધ સંગઠન હોદેદારો , યુવા મોરચો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો  ઉપસ્થિત રહશે.
કેન્દ્રીય મંત્રી અમિતશાહના આગમનને લઈ જિલ્લા ભાજપ દ્વારા તૈયારીના ભાગરૂપે કાર્યકરો સાથે બેઠક યોજાઈ હતી.


જેપી નડ્ડા અને અમિત શાહે વિધાનસભા ચૂંટણીઓને લઈ કરી બેઠક


કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના મહાસચિવ બીએલ સંતોષ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ મંગળવારે (6 જૂન) 2024ની લોકસભા ચૂંટણી અને આગામી વિધાનસભાની ચૂંટણીઓ અંગે બેઠક યોજી હતી. સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે આ બેઠક લગભગ 5 કલાક સુધી ચાલી હતી. ભારતીય જનતા પાર્ટીની આ બેઠક બાદ અનેક રાજ્યોના પ્રભારી બદલાઈ શકે તેવુ અનુમાન છે. આ સિવાય અનેક રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ પણ બદલાઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીની આ બેઠકને ખૂબ જ અગત્યની માનવામાં આવે છે. 


એબીપી ન્યૂઝને મળેલી જાણકારી અનુસાર યુપી સહિત કેટલાક રાજ્યોના રાજ્ય પ્રભારી બદલાઈ શકે છે. કેટલાક રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલવાની પણ ચર્ચા થઈ છે. આ ઉપરાંત રાષ્ટ્રીય પદાધિકારીઓમાં કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે. આ સાથે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને નવું વલણ આપવા અંગે ચર્ચા થઈ રહી છે. આ બેઠક સોમવારે (5 જૂન) રાત્રે પણ થઈ હતી.


શું છે ભાજપની બેઠકનો એજન્ડા ?


ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર મીટિંગના એજન્ડામાં કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે, પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકોમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિની સાથે સંગઠનાત્મક બાબતોનો પણ વિચાર કરવામાં આવ્યો હતો. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સામે હાર બાદ, ભાજપ આગામી રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.