કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવશે. આવતીકાલે કેન્દ્રિય ગૃહમંત્રી  અમિત શાહ ગુજરાત આવશે અને ગાંધીનગર લોકસભામાં 75 કરોડના કાર્યનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં ન્યુ રાણીપ વિસ્તારમાં ગાર્ડનનું લોકાર્પણ કરશે. સાથે સાથે જગતપુરમાં ગોદરેજ ગાર્ડન સીટી પાસેના બ્રિજનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે. આ બંને કાર્યક્રમ બાદ અમિત શાહ જાહેર સભાને પણ સંબોધન કરશે. આવતીકાલે રથયાત્રા છે ત્યારે અમિત શાહ વર્ષોની પરંપરા પ્રમાણે મંગળા આરતીના દર્શન કરશે.   


અમિત શાહનો આવતીકાલનો સંપૂર્ણ કાર્યક્રમ


અમિત શાહ આવતીકાલે રથયાત્રાને લઇને સવારે પોણા ચાર વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીના દર્શન કરશે. ત્યારબાદ સવારે 9:15 વાગ્યે નવા રાણીપ ખાતે એએમસી દ્ધારા બનાવવામા આવેલા ગાર્ડનનું ઉદ્ધાટન કરશે.


ત્યારબાદ સવારે સાડા નવ વાગ્યે એએમસી અને રેલવે દ્ધારા બનાવવામાં આવેલા જગતપુર રેલવે ફ્લાઇઓવરનું ઉદ્ધાટન કરશે. ત્યારબાદ સવારે 10 વાગ્યે અમિત શાહ પીપલ્સ પાર્કનું ઉદ્ધાટન કરશે. ત્યારબાદ અમિત શાહ બાવળા ખાતે ત્રિમૂર્તિ હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપશે.


તાજેતરમાં જ અમિત શાહે કચ્છમાં નુકસાનની સ્થિતિની સમીક્ષા કરી હતી


બિપરજોય વાવાઝોડાથી કચ્છમાં થયેલા નુકસાનની સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રીય અમિત શાહ ગુજરાત આવ્યા હતા. અમિત શાહ કચ્છમાં પહોંચ્યા હતા અને લોકો સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. 


ગૃહમંત્રીએ કહ્યું કે, અમે વાવાઝોડુ ટકરાયુ તે જગ્યાએ લોકોની મુલાકાત કરી છે. આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત કરી હતી. ખેડૂતોની પણ મુલાકાત કરી હતી. વાવાઝોડાના સમચાર આવતા જ ઘણી બધી આશંકા હતી. પ્રધાનમંત્રી થી લઈને મુખ્યમંત્રી સાથે વહીવટી તંત્રના સહયોગથી કોઈ નુકસાન થયું નથી.  આ વાવાઝોડામાં પ્રધાનમંત્રી દ્વારા એક રિવ્યૂ રાખવામાં આવ્યું હતું તેમા તમામ લોકો રિવ્યૂમાં હાજર રહ્યા અને કેન્દ્રીય મંત્રી, સચિવ પણ આ વાવાઝોડા બાબતે રિવ્યૂ થયુ હતું.


વાવાઝોડા માટે સમાજ લોકોએ પણ સાથ સહકાર આપ્યો. ૧૪૦ ની સ્પીડમાં વાવાઝોડુ આવ્યું પંરતુ બીજા દિવસે સમાચાર આવ્યા કે એક પણ મોત નથી થયું. મુખ્યમંત્રી અને વહીવટી તંત્રનો અને સમાજના લોકોનો આભાર માનું છું. ભારત સરકારની તમામ એજન્સીઓ અને ગુજરાત સરકારની તમામ ફોર્સ દ્વારા વાવાઝોડા સામે લડવા માટે તૈયાર રહ્યા. તમામ જિલ્લાના પ્રભારી સચિવ સાથે તમામ વિભાગોમાં NDM ની વાવાઝોડાની ગાઇડલાઇન જમીન પર ઉતારી હતી. વડાપ્રધાન દ્વારા આ વાવાઝોડા ઉપર એક વાગ્યા સુધી નજર રાખી હતી. તમામ બાબતોના અપડેટ લેતા રહ્યા હતા. વાવાઝોડા દરમિયાન ૩૪૦૦ ગામોમાં વીજળી રોકવામાં આવી હતી. 1600 ગામોમાં વીજળી ચાલુ થઈ ગઈ છે.  કુલ ૧ લાખ ૮ હજાર ૨૦૮ લોકોને એક સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. ૭૩ હજાર પશુઓને પણ સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે.