ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે જેને રોકવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ સેનેટાઈઝર પણ છંટકાવ કરવામાં આવ્યો હતો ત્યારે અમરેલી અને અમદાવાદમાં કોરોનાવાયરસથી બચવા માટે અનોખો પ્રયાસો કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી 108 કેસ થઈ ચુક્યા છે જ્યારે 11 લોકોનાં મોત થયા છે.

અમરેલી જિલ્લામાં કોરોનાની મહામારીને લઈ ફરજ બજાવતા કર્મચારીઓની સુરક્ષા માટે નગરપાલિકા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા સેનેટાઈઝીંગ ટનલ બનાવવામાં આવી છે.

અમરેલીના જ કારીગરોએ દ્વારા માત્ર બે દિવસમાં ટનલ ઉભી કરી દીધી છે. કર્મચારીઓને સેનેટાઈઝીંગ ટનલનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ટનલમાં માત્ર 5 સેકન્ડમાં જ કોઈપણ વ્યક્તિ સંપૂર્ણપણે સેનેટાઈઝ થશે. આ ટનલમાં દર 20 મીનિટે 1 લીટર કેમિકલનો વપરાશ થઈ રહ્યો છે.

અમદાવાદમાં પણ એક સેનેટાઈઝીઝર મશીન બનાવવામાં આવ્યું છે. ઓફિસો અને બિલ્ડિંગોમાં ઓટોમેટેકિ સેનેટાઈઝીંગ માટે આ મશીન ખુબ સરસ છે.