Gujarat University Scandal: રાજ્યમાં એક પછી એક મોટા માટો કૌભાંડો બહાર આવી રહ્યાં છે, જુદીજુદી પરીક્ષાઓમાં કૌભાંડનો મામલો હજુ પુરો થયો નથી ત્યાં હવે વધુ એક મોટુ શિક્ષણ જગતમાંથી કૌભાંડ બહાર આવ્યુ છે. ગુજરાત યૂનિવર્સિટીમાંથી હવે એસી સગેવગે કરવાનું મસમોટુ કૌભાંડ બહાર આવ્યુ છે. આ કૌભાંડ બહાર આવ્યા બાદ યૂનિવર્સિટી સામે સવાલો ઉભા થઇ રહ્યાં છે. 


અમદાવાદમાં આવેલી ગુજરાત યૂનિવર્સિટીમાંથી 17 એસી સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. એસ્ટેટ વિભાગના 1 કર્મચારીએ યૂનિવર્સિટી પરિસરમાંથી એસી સગેવગે કર્યા હોવાનો આરોપ લાગ્યો છે. ખરેખરમાં ગુજરાત યૂનિવર્સિટી પરિસરના એનિમેશન વિભાગમાં પડેલા 17 એસી ગાયબ થઇ ગયા છે, જોકે, એસ્ટેટ વિભાગ દ્વારા આ આખા મામલાને દબાવી દેવાનો પ્રયાસ થઇ રહ્યો હતો. એસીને સગેવગે થાય બાદ કેટલાક કર્મચારીઓએ ગુલ્લી મારવાનું શરૂ કરી દીધુ હતુ. યૂનિવર્સિટી પરિસરમાં એસી સગેવગે થયાની વાત ફેલાઇ જતાં જ આમાં સામેલ કર્મચારીઓએ ગુલ્લી મારવાનું શરૂ કરી દીધુ હતુ. હાલમાં ગુજરાત યૂનિવર્સિટીમાંથી સામે આવેલા આ મોટા કૌભાંડની ચર્ચા ચારેય બાજુ થઇ રહી છે.


 


ચોમાસું આવે એ પહેલા જ AMC નો મોટો નિર્ણય, જાણો કર્મચારી-અધિકારીઓને શું આપ્યો આદેશ


ચોમાસાના આગમન પહેલા જ AMCના વર્ગ એકથી ચારના અધિકારી અને કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર તરફથી આદેશ કરાયો છે. જેમાં 5 જૂનથી ચોમાસાની ઋતુ સુધી અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. જ્યારે વર્ગ 1ના અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. તો વર્ગ 2 ના અધિકારીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઝોનલ ઓફિસ, વડી કચેરીઓ, સોલીડ વેસ્ટ વિભાગની કામગીરી પર નજર રાખવા સૂચના અપાઈ છે. વર્ગ 3 અને 4 ના કર્મચારીઓએ રજા માટે ઉપરી અધિકારીઓની ફરજીયાત મંજૂરી લેવા પરિપત્ર જાહેર કરાયો છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં વરસાદ પડ્યો હતો ત્યારે એક કલાકના તોફાની તાંડવમાં તો જાણે અમદાવાદ મહાપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરી કર્યાના તમામ દાવાઓની પોલ ખૂલી પડી ગઈ હતી. શહેરમાં વરસેલા એકથી બે ઈંચ વરસાદમાં તો સ્માર્ટ સિટી અમદાવાદના દાવાની પોલ ખૂલી ગઈ. શહેરમાં એક પણ સ્થળે પાણી ન ભરાયાના દાવાની વચ્ચે વાસ્તવિકતા એ જોવા મળી કે બે ઈંચ વરસાદમાં જ જાણે સ્માર્ટ સિટી બેટમાં ફેરવાઈ ગયું. શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયાં છે. ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનોના ઓટલા સુધી પાણી ફરી વળ્યા છે. હાટકેશ્વર સર્કલ, ખોખરા રુક્મણીનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. હાટકેશ્વર, ખોખરા, CTM, જામફળવાડી, જશોદાનગર, પુનિતનગર રેલવે ફાટક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં છે. આ સાથે જ તળિયાની પોળ સારંગપુર નાના પોરવાડનો ખાંચામાં એક મકાનનો ભાગ ધરાશયી થયો. આ ઉપરાંત તોફાની તાંડવમાં અનેક સ્થળે હોર્ડિંગ્સ તૂટી પડ્યા હતા.  રસ્તામાં ટ્રાફિક નિયમન માટે રાખેલા બેરિકેડ પણ તોફાની પવની ઝપટે ચડી ગયા. પવનના કારણે ઠેર- ઠેર વર્ષો જૂના વૃક્ષો ધરાશાયી થઈ ગયા.  વૃક્ષો તૂટીને રસ્તાઓ પર પડતા અનેક જગ્યાએ વાહનવ્યવહાર ખોરવાયો હતો.