અનલોક-3 31 ઓગસ્ટના રોજ પૂરું થઈ રહ્યું છે. આ દરમિયાન શનિવાર સાંજે સરકારે અનલોક-4ને લઈને એક ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં ઘણી જગ્યાએ છૂટછાટ આપવામાં આવી છે ત્યારે નવરાત્રિમાં ગરબાની મંજૂરીના સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યાં છે. 100 લોકોની અનુમતિ સાથે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમની મંજૂરી મળતાં શેરી ગરબા રમવા શક્ય બનશે.
અનલોક 4ને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેમાં 100 લોકોની અનુમતિ સાથે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી છે. આ જોતાં એવું લાગે છે કે, નવરાત્રિમાં શેરી ગરબા થાય તેવા સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યાં છે.
રાજ્યમાં ગરબાના આયોજનને પરવાનગી મળે તેવા સંકેત હાલ લાગી રહ્યાં છે. ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં 100 લોકોની મર્યાદામાં સાથે આયોજનની મંજૂરી આપવામાં આવી છે. શેરી ગરબાનું આયોજન શક્ય તેવી સંભાવના છે. રાજકીય રેલીમાં 100 લોકો સામેલ થઈ શકશે. સામાજિક અંતરના નિયમનું પાલન કરવું પડશે.
ગુજરાતમાં ગરબાને પરવાનગી મળે તેવા સ્પષ્ટ સંકેત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Aug 2020 09:14 AM (IST)
અનલોક 4ને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેમાં 100 લોકોની અનુમતિ સાથે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી છે. આ જોતાં એવું લાગે છે કે, નવરાત્રિમાં શેરી ગરબા થાય તેવા સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યાં છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -