ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના 1282 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 13 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2991 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15,230 એક્ટિવ કેસ છે, જ્યારે 75,662 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,141 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 93,883 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, અમરેલીમાં 1, ગીર સોમનાથમાં 1, મહેસાણામાં 1, મોરબીમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 13 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 181 અમદાવાદ કોર્પોરેશનમાં 143, વડોદરા કોર્પોરેશનમાં 89, સુરતમાં 92, જામનગર કોર્પોરેશમાં 88, રાજકોટ કોર્પોરેશમાં 79, ભાવનગર કોર્પોરેશનમાં 36, રાજકોટમાં 36, વડોદરામાં 35,પંચમહાલમાં 34, કચ્છ અને મોરબીમાં 28-28, અમરેલી અને ભાવનગરમાં 25-25, ગીર-સોમનાથમાં 22, અમદાવાદ-ભરૂચ-ગાંધીનગરમાં21-21 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1111 દર્દી સાજા થયા હતા અને 74,234 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 21,95,985 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,99,371 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,98,853 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 518 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
Gujarat Corona Cases Update: રાજ્યમાં મૃત્યુઆંક 3 હજારની નજીક, આજે 1282 કેસ નોંધાયા, 13ને કોરોના ભરખી ગયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Aug 2020 07:46 PM (IST)
Gujarat Corona Cases 29 August 2020: રાજ્યમાં હાલ 15,230 એક્ટિવ કેસ છે, જ્યારે 75,662 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -