Gujarat Weather Update: હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે રાજ્યના અનેક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઘણી જગ્યાએ પડેલા કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાન થયું છે. આ દરમિયાન બનાસકાંઠાના વડગામના મેપડા ગામે વીજળી પડતા યુવકનું મોત થયું છે. વહેલી સવારે કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડતા યુવકનું મોત નીપજ્યું છે. આશાસ્પદ યુવકના મોતથી ગામના શોકનો માહોલ છવાઈ ગયો છે. યુવકના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ ખસેડાયો હતો. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી  10 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છના અંજારમાં 1.5 ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબક્યો છે.


બનાસકાંઠામાં ચોમાસા જેવો મહાલો છે. ધાનેરામાં ધોધમાર વરસાદ પડ્યો છે. બજારોમાં પાણી વહેતા થાય તેવો વરસાદ પડ્યો. વરસાદના કારણે ધાનેરામાં જનજીવન પ્રભાવિત થયું છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા પંથકમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ખેતરોમાં ઘઉંના પાકને વ્યાપક નુકશાન થયું છે. ખેડૂતોએ તૈયાર કરેલા ઘઉં કાપણી કરી મુક્યા અને કમોસમી વરસાદ થતા ઘઉં પલળી ગયા હતા. તૈયાર થયેલી જણસી પલળી જતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો હતો.


વીજળી શા માટે ચમકે છે?


1872માં પ્રથમ વખત વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલીને વીજળી પડવાનું ચોક્કસ કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે આકાશમાં વાદળોમાં પાણીના નાના-નાના કણો હોય છે, જે હવામાં ઘસવાથી ચાર્જ થઈ જાય છે. કેટલાક વાદળો પર હકારાત્મક ચાર્જ આવે છે અને કેટલાક પર નકારાત્મક. જ્યારે બંને ચાર્જ થયેલા વાદળો એકબીજાની સામે ઘસે છે, ત્યારે તેઓ મળે ત્યારે લાખો વોલ્ટ વીજળી ઉત્પન્ન થાય છે. ક્યારેક આ વીજળી એટલી બધી હોય છે કે તે પૃથ્વી સુધી પહોંચી જાય છે. તેને લાઈટનિંગ સ્ટ્રાઈક (વીજળી પડી) કહેવામાં આવે છે.


અહીં રહે છે વીજળી પડવાનો ભય


જ્યારે વીજળી પડે છે, ત્યારે તે ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. ખેતરોમાં કામ કરતી વ્યક્તિ, ઝાડ નીચે ઊભા રહીને, તળાવમાં ન્હાતી વખતે અને મોબાઈલ ફોન સાંભળતી વખતે વીજળી પડવાનું જોખમ સૌથી વધુ હોય છે. વૈજ્ઞાનિકોના મતે મોબાઈલ ફોનથી અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળે છે, જે વીજળીને આકર્ષે છે. 


વૃક્ષો અને થાંભલાઓની આસપાસ સૌથી વધુ ભય  


વીજળી એવી વસ્તુ છે જે સૌથી ટૂંકો રસ્તો પસંદ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે આકાશી વીજળી જમીન તરફ આવે છે, ત્યારે વીજળીના ઊંચા થાંભલાઓ તેને સપોર્ટ આપવાનું કામ કરે છે. તેથી જ વીજળીના થાંભલાની આસપાસ વીજળી વધુ પડે છે. જો વીજળી પડતી હોય તો તમે તમારા ઘરમાં સૌથી સુરક્ષિત છે, જો તમે ઝાડ નીચે ઉભા છો તો આવું કરવું જોખમી બની શકે છે. આ સ્થિતિમાં વીજળી પડવા ઉપરાંત વાવાઝોડામાં વૃક્ષ તૂટવાનો અને ઈજા થવાનો પણ ભય રહે છે.