Unseasonal Rain Forecast: રાજ્યમાં મે મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 11થી 13 મે સુધી કમોમસી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે, અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેને કારણે 11 તારીખે ડાંગમાં વરસાદ વરશે તો 12 મેએ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવો વરસાદ વરસી શકે છે તો 13 મેએ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં માવઠાની શક્યતા છે.


રાજ્યમાં આગ વરસાવતી ગરમીનું જોર યથાવત છે. બુધવારે 10 શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયો છે. 43.1 ડિગ્રી સાથે સુરેંદ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. તો હવામાન વિભાગે આગામી બે દિવસ કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તો અમદાવાદમાં પણ સતત બીજા દિવસે 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાત્રીના 29 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા બે ડિગ્રીનો વધારો થયો છે અને આગામી પાંચ દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. જે શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ગાંધીનગર, રાજકોટ, અમરેલી, ભુજ, છોટા ઉદેપુર, વડોદરા, ડીસા, નર્મદાનો સમાવેશ થાય છે.


બુધવારે હવામાં ભેજ જોવા મળતા ચીકણી પરસેવાની ગરમીએ લોકોને પરેશાન કર્યા હતા. આ પછી બુધવાર રાતથી દિલ્હી-એનસીઆરમાં જોરપાદર પવનને કારણે લોકોને રાહત મળી છે.


9 મે, 2024 સવારથી જ પવન ફુંકાવાને કારણે દિલ્હી-NCRમાં વાતાવરણ ખુશનુમા છે. હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે દિલ્હી સહિત આસપાસના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે, જ્યારે આવતીકાલથી વરસાદ અને તોફાન થવાની સંભાવના છે.


હવામાન વિભાગ અનુસાર, દિલ્હી-એનસીઆર 10 મેના રોજ પણ આંશિક વાદળછાયું રહી શકે છે. ભારે પવન સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે.


હરિયાણામાં પણ વાતાવરમમાં પલટો આવતા લોકોને આકરી ગરમીથી રાહત મળી છે. બુધવારે ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો. અહીંના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. IMD એ પણ ઘણી જગ્યાએ કરા પડવાની શક્યતા વ્યક્ત કરી છે.


યુપીની વાત કરીએ તો બુધવારે રાજધાની લખનૌ અને આસપાસના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો, ત્યારબાદ વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 13 મે સુધી લખનૌ સહિત યુપીના અનેક જિલ્લાઓમાં વરસાદ અને ગાજવીજની સંભાવના છે. ઘણી જગ્યાએ વીજળી પણ પડી શકે છે.