Gujarat Rain LIVE Update : ગુજરાતમાં માવઠાની સ્થિતિ, આ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

આજે સવારથી રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થતાં 2ના મોત નિપજ્યાં છે.

gujarati.abplive.com Last Updated: 04 Jun 2023 01:53 PM
પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ

પંચમહાલ જિલ્લામાં પણ   સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અહીં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઇ જતાં  ઉનાળું પાકને નુકસાની ભીતિ સેવાઇ રહી છે.  

પાલનપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

પાલનપુરમાં આજે સવારથી હનુમાન ટેકરી, બિહારી બાગ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી આબુ હાઈવે પર  પાણી ભરાયા હતા. જેના પગલે બાજરી, મગફળી, ઘાસચારો સહિતના પાકને નુકસાન થયું છે.

પાટણ જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ?

પાટણ શહેરમાં ધોધમાર સવા ઈંચ વરસાદ પડ્યો છે. સરસ્વતી તાલુકામાં ધોધમાર એક ઈંચ વરસાદ પડ્યો છે.

ક્યાં-ક્યાં તુટી પડશે વરસાદ

આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, ડાંગ, તાપી સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારે પવન -વંટોળ સાથે વરસાદ વરસી શકે છે.

આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી

 હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ ફરી એકવાર તૂટી પડશે. ગુજરાતમાં જુદાજુદા જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. આ સાથે જ આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં 41-61 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. 

વડોદરામાં ખેતરમાં વીજળી પડતાં ખેડૂતનું મોત

વડોદરાના વાઘોડિયાના કુમેઠા ગામે  ખેતરમાં કામ કરી રહેલા ખેડુત પ્રવિણભાઈ ચીમનભાઈ ચૌહાણનું વીજળી પડતાં મોત થયું છે. 50 વર્ષિય ખેડૂત પ્રવિણ ભાઇ ભારે પવન અને વરસાદના કારણે ખેતરમાં  જ ફસાઇ ગયા હતા. આ સમયે વીજળી પડતાં તેમનું મોત નિપજ્યુ છે.  

છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ

આજે સવારથી જ છોટાઉદેપુર જિલ્લામાં ભારે  વરસાદ પડ્યો,જેતપુર, ક્વાંટ, નસવાડી, બોડેલીમાં તાલુકામાં વરસાદ વરસ્યો હતો. બોડેલી, સંખેડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભારે વરસાદના કારણે  છોટાઉદેપુર-બોડેલી હાઈવે થયો બંધ કરવામાં આવ્યો હતો.

Kheda News: ખેડા જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ, વૃક્ષ ઘરાશાયી થતાં દંપતિનું મોત

ખેડા જિલ્લામાં આજે સવારથી ભારે પવન સાથે વરસાદ વરસતાં વૃક્ષ ધરાશાયી થતાં બેનાં મોત નિપજ્યાં છે.  ઠાસરા તાલુકાના શાહપુર ગામ નજીક વૃક્ષ ધરાશાયી થતાં  દંપતીને માથે પડતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.


 

Kheda News: ખેડા જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ, વૃક્ષ ઘરાશાયી થતાં દંપતિનું મોત

ખેડા જિલ્લામાં આજે સવારથી ભારે પવન સાથે વરસાદ વરસતાં વૃક્ષ ધરાશાયી થતાં બેનાં મોત નિપજ્યાં છે.  ઠાસરા તાલુકાના શાહપુર ગામ નજીક વૃક્ષ ધરાશાયી થતાં  દંપતીને માથે પડતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે

સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ

ભારે ગરમી અને બફારા બાદ સાબરકાંઠા જિલ્લામાં પણ સવારથી વાતાવરણમા અચાનક પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ પડ્યો અહીં સાબરકાંઠાન ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ તૂટી પડતાં ઉનાળું પાકના નુકસાનને લઇને ખેડૂતોની ચિંતા વધી છે.

મહેસાણા અને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ

આજે સવારથી પાટણ અને મહેસાણામાં પણ વરસાદ તૂટી પડ્યો હતો. બહુચરાજી, ખેરાલું, ઊંઝા, વિસનગરમાં વરસાદ પડ્યો. કડી, મહેસાણા શહેર અને વિજાપુર તાલુકામાં વરસાદ પડ્યો, મહેસાણામાં ભારે પવનના કારણે વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયાના અહેવાલ છે. મહેસાણાના વાલમ અને ભાંડુમાં વરસાદ પડ્યો. તો   ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતાં ખેડૂતોની ચિતા વધી છે. ભારે પવનના કારણે ખેરાલુમાં વીજળી પણ ગૂલ થઇ ગઇ હતી.

ગાંધીનગર જિલ્લામાં વરસાદ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા

આજે સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. ગઇકાલે ભારે ગરમી અને બફારા બાદ ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી ગાંધીનગર સહિતના આજુબાજુના વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પેથાપુર, રાંધેજા, વાવોલ સહિતના ગામમાં ધોધમાર વરસાદ પડ્યો

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ

બનાસકાંઠામાં સવારથી મૂશળધાર વરસાદ પડતાં અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા હતા. પાલનપુર, વડગામ, દાંતા, અંબાજીમાં ભારે  વરસાદ પડી રહ્યો છે. ધાનેરા, થરાદ, દિયોદરમાં ધોધમાર વરસાદના કારણે સવાર બહાર જતા લોકોને મુશ્કેલી પડી હતી. કાંકરેજ અને દાંતીવાડામાં ભારે વરસાદે ખેડૂતની ચિંતા વધારી છે. બાજરી, જુવાર સહિતના ઉનાળું પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Rain: હવામાન વિભાગની આગાહી મુજબ  રાજ્યમાં બે દિવસ સામાન્ય વરસાદ થઈ શકે છે.  આજે સવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. પ્રિમોનસૂન એક્ટીવીના ભાગરૂપે ગાજવીજ સાથે ઉત્તર ગુજરાત, સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.


ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રિમોનસૂન એકટીવીન શરૂ થઇ ગઇ છે હવામાન વિભાગે રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી કરી છે જે મુજબ મહેસાણા, પાટણ, અરવલ્લી સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે સવારથી વરસાદ પડી રહ્યો છે.


 કયાં વિસ્તારમાં ધોધમાર વરસાદ


અરવલ્લી જિલ્લામાં આજે સવારથી વરસાદે જોરદાર બેટિંગ કરી. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે પવન સાથે ગાજવીજ સાથે  વરસાદ ખાબક્યો. મોડાસા-શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. મોડાસાના લીંભોઈ, ગાજણ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. બાયડ તાલુકામાં પણ સવારથી  ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.